ફેશન ડિઝાઇનલ વેન્ડેલ રોડરિક્સનું નિધન, સેલિબ્રિટીઓએ આપી શ્રદ્ધાંજલિ

રિપોર્ટ્સ પ્રમાણે, રોડરિક્સનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. વેલેન્ડ હાઈ ફેશનની દુનિયામાં જાણીતું નામ હતા અને પોતાના ગામમાં તે green crusader નામથી જાણીતા હતા. 

Updated By: Feb 12, 2020, 11:23 PM IST
ફેશન ડિઝાઇનલ વેન્ડેલ રોડરિક્સનું નિધન, સેલિબ્રિટીઓએ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ પદ્મ શ્રી એવોર્ડ વિજેતા વેન્ડેલ રોડરિક્સનું 59 વર્ષની ઉંમરે ગોવા સ્થિત નિવાસ પર નિધન થઈ ગયું છે. ફેશન ડિઝાઇનર અને ઓથર સામાજિક મુદ્દામાં પોતાનું યોગદાન અને ઘણા બોલીવુડ સેલિબ્રિટીની સાથે સારા સંબંધો માટે જાણીતા હતા. 

રિપોર્ટ્સ પ્રમાણે, રોડરિક્સનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. વેલેન્ડ હાઈ ફેશનની દુનિયામાં જાણીતું નામ હતા અને પોતાના ગામમાં તે green crusader નામથી જાણીતા હતા. 

ફિલ્મોમાં પણ જોવા મળ્યા
પોપ્યુલર ડિઝાઇનર ન માત્ર ઘણા બોલીવુડ સેલિબ્રિટીઓ માટે કપડા ડિઝાઇન કરતા હતા પરંતુ તેઓ કૈજાદ ગુસ્તાદની 'બૂમ' અને મધુર ભંડારકરની 'ફેશન' જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. 

ફૂડનો હતો શોક
ફેશન સિવાય રોડરિક્સને ફૂડિંગનો પણ ઘણો શોખ હતો. તેમણે તેના પર ઘણા જર્નલ્સ લખ્યા હતા. એટલું જ નહીં તેણે હાઇવે કિનારે પ્રાચીન કેરીના ઝાડને કાપવાથી બચાવવા માટે તેમણે છેલ્લા કેટલાક મહિના સુધી મુહિમ પણ ચલાવી હતી. તેઓ પોતાના જીવનના ડ્રીમ પ્રોજેક્ટ મોડા ગોવા મ્યૂઝિયમ પર પણ કામ કરી રહ્યાં હતા, જેમાં રાજ્યનો ઈતિહાસ દર્શાવવાની વાત હતી. આ મ્યૂઝિયમનું માર્ચમાં ઉદ્ઘાટન થવાનું હતું. 

ઘણા સેલિબ્રિટીઓએ આપી શ્રદ્ધાંજલિ
રોડરિક્સના નિધન પર ઘણી જાણીતી હસ્તીઓએ ટ્વીટ કર્યું છે. સિંગર સોના મહાપાત્રાએ લખ્યું, 'તમને ફોન કરવાનો પ્રયત્ન કરી રહી છું. ફોન ઉઠાવો.' જુઓ ટ્વીટ્સ.