'Coolie No 1'ના આ સીનની ઉડી મજાક, યૂઝર્સ બોલ્યા 'RIP ફિઝિક્સ'

વરૂણ ધવન (Varun Dhawan) અને સારા અલી ખાન (Sara Ali Khan)ની ફિલ્મ 'કુલી નંબર 1  (Coolie No 1)' શુક્રવારે રિલીઝ થઈ છે. 

'Coolie No 1'ના આ સીનની ઉડી મજાક, યૂઝર્સ બોલ્યા 'RIP ફિઝિક્સ'

નવી દિલ્હીઃ વરૂણ ધવન (Varun Dhawan) અને સારા અલી ખાન (Sara Ali Khan)ની ફિલ્મ 'કુલી નંબર 1  (Coolie No 1)' શુક્રવારે રિલીઝ થઈ છે. લોકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યાં હતા. પરંતુ આજે સોશિયલ મીડિયા પર આ ફિલ્મનો એક સીન ખુબ ચર્ચામાં છે. આ સીનને લીધે ફિલ્મની મજાક ઉડાવવામાં આવી રહી છે. આ સીન ખુબ વાયરલ થઈ રહ્યો છે જેના પર લોકો મજા લઈ રહ્યાં છે. 

જ્યાં ફિલ્મના ગીત અને ડાન્સનો અંદાજ લોકોને 90ના દાયકાની યાદ અપાવી રહ્યો છે તો આ ફિલ્મના એક એક્શન સીન મેકર્સ માટે પોતાના પગ કુહાડી પર મારવા જેવો થઈ ગયો છે. આ સીનમાં વરૂણ ધવનને એવું કારનામુ કરતો દેખાડવામાં આવ્યો છે જે લોકોને ગળે ઉતરી રહ્યો નથી. હવે આ સીનને કારણે લોકો સોશિયલ મીડિયા પર ખુબ મજાક ઉડાવી રહ્યાં છે. જુઓ કેટલાક ટ્વીટ્સ.

— N (@NayabPokiri) December 24, 2020

— Akki Singh (@ravising853) December 25, 2020

— Kirtik Mitra (@Kirtik_Mitra) December 25, 2020

— आम्ही Dothraki (@AamButShaukin) December 25, 2020

— 𝓝𝓲𝓼𝓱𝓪𝓷𝓽 🇮🇳நிஷாந்த் குமார் నిశాంత్ కుమార్ (@nishant29794) December 25, 2020

કુલી નંબર 1 એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થઈ ગઈ છે. 1995મા ગોવિંદા અને કરિશ્મા કપૂર સ્ટારર કુલી નંબર 1ની આ ફિલ્મ રીમેક છે. આ બંન્ને ફિલ્મોને ડાયરેક્ટ ડેવિડ ધવને કરી છે. કુલી નંબરને ફેન્સનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ ફિલ્મને લઈને અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news