ભારત-પાકિસ્તાનની મેચ જોવાનો ઉત્સાહ હોય તો આ રહી ટિકિટની તમામ માહિતી

India vs Pakistan World Cup 2023 : ભારત - પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની ટીકીટ 3 સપ્ટેમ્બરથી મળશે. ભારત પાકિસ્તાન મેચ સિવાય અન્ય મેચની ટીકીટ મળવાની શરૂઆત 25 ઓગસ્ટથી થશે, જેના માટે 15 ઓગસ્ટથી રજીસ્ટ્રેશન શરૂ થશે

ભારત-પાકિસ્તાનની મેચ જોવાનો ઉત્સાહ હોય તો આ રહી ટિકિટની તમામ માહિતી

ICC Cricket World Cup 2023 Tickets અતુલ તિવારી/અમદાવાદ : ભારતમાં 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ શરૂ થવાનું છે. આ માટે કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. પરંતુ આ ગેમમાં અસલી મજા ભારત-પાકિસ્તાન મેચમાં આવશે. હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળશે. ક્રિકેટ રસિકોમાં સૌથી વધુ ઉત્સાહ તો ભારત પાકિસ્તાન મેચમાં જ જોવા મળશે. તેથી તેની ટિકિટની વિગતો પણ આવી ગઈ છે. ભારત પાકિસ્તાનની મેચની ટિકિટનો ભાવ બે હજારથી લઈને એક લાખ સુધી પહોંચવાની શક્યતા છે. 

ક્યારથી શરૂ થશે રજિસ્ટ્રેશન
ભારત - પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની ટીકીટ 3 સપ્ટેમ્બરથી મળશે. ભારત પાકિસ્તાન મેચ સિવાય અન્ય મેચની ટીકીટ મળવાની શરૂઆત 25 ઓગસ્ટથી થશે, જેના માટે 15 ઓગસ્ટથી રજીસ્ટ્રેશન શરૂ થશે. ભારત - પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની ટીકીટની કિંમત બે હજાર રૂપિયાથી શરૂ થવાની શક્યતા છે. પરંતું જુદા જુદા સ્ટેન્ડની ટીકીટ 2 હજારથી એક લાખ રૂપિયા સુધી રહેવાની શક્યતા છે. 

ભારત - પાકિસ્તાન મેચની 

  • K, L, P, Q બ્લોકની ટીકીટ 2 હજાર રૂપિયા
  • J, R ની 2500 રૂપિયા
  • B, C, F, G ની 3500 રૂપિયા
  • M, N ની 4 હજાર
  • A, H ની 4500 રૂપિયા
  • D, E ની 6 હજાર રૂપિયા

ઓલિમ્પિક માટે ગુજરાતે બનાવ્યું ગોલિમ્પિક, આ શહેરમાં બનશે 3000 મકાનોનું ઓલિમ્પિક ગામ

આ ઉપરાંત 

  • સાઉથ પ્રીમિયમ ઇસ્ટ અને વેસ્ટની ટીકીટ 10 હજાર રૂપિયામાં મળે તેવી શક્યતા
  • ક્લબ પ્રેસિડેન્ટ ગેલેરીની ટીકીટ 25 હજાર રૂપિયા તેમજ 30 હજાર રૂપિયામાં રહેશે
  • પ્રીમિયમ સ્યૂટ અને રિલાયન્સ એન્ડ બોક્સની ટીકીટ 75 હજાર રૂપિયા રહેશે
  • ભારત - પાકિસ્તાન મેચની પ્રેસિડેન્સીયલ સ્યૂટ લેવલ 4ની ટીકીટ 1 લાખ રૂપિયા રહેશે

એજન્ટને મૂકો સાઈડમાં, કેનેડાના વિઝા માટે આટલુ કરો તો ઘર બેઠા મળી જશે વિઝા

ઈ-ટિકિટ નહિ ચાલે
14 ઓક્ટોબરના રોજ ભારત - પાકિસ્તાનની મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે. તો 5 ઓક્ટોબરથી શરૂ થનાર વર્લ્ડ કપનો સુધારા સાથે કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ભારત - પાકિસ્તાન મેચ સહિત અમદાવાદમાં કુલ 5 મેચ રમાવાની છે. વર્લ્ડ કપની મેચમાં ઇ ટીકીટ ચાલશે નહીં, ઓનલાઈન ટીકીટ ખરીદનારે બોક્સ ઓફિસથી જ ટીકીટ ખરીદવી પડશે. 

ભારત - પાકિસ્તાનની મેચની ટિકિટની કિંમત જેટલી જ કિંમત ફાઇનલ મેચ માટે રહેશે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં જ રમાશે. આ સિવાય બાકીની ત્રણ મેચની ટિકિટની શરૂઆત 1 હજાર રૂપિયાથી લઈ 30 હજાર સુધી રહેશે. સાઉથ આફ્રિકા - બાંગ્લાદેશ મેચની ટીકીટ 500 રૂપિયામાં મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news