Box Office પર હીરો સાબિત થઈ ગલી બોય, સાત દિવસમાં કરી છપ્પરફાડ કમાણી 

ઝોયા અખ્તરના નિર્દેશનમાં બનેલી ગલી બોય તેની અત્યાર સુધીની સૌથી સફળ ફિલ્મ માનવામાં આવી રહી છે

Box Office પર હીરો સાબિત થઈ ગલી બોય, સાત દિવસમાં કરી છપ્પરફાડ કમાણી 

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર રણવીર સિંહ હાલમાં સમાચારોમાં છવાયેલો છે. સિંબાની સફળતા પછી રણવીરની ગલી બોયે પણ બોક્સઓફિસ પર સારી એવી કમાણી કરી છે. આ ફિલ્મને રિલીઝના પહેલા જ અઠવાડિયામાં 95 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. વેલેન્ટાઇન્સ ડેના દિવસે રિલીઝ થયેલી આ ફિલ્મ લોકોના દિલ પર પોતાની છાપ છોડવામાં સફળ સાબિત થઈ છે. આ ફિલ્મની બોક્સઓફિસ કમાણીનો આંકડો ઝપાટાબંધ આગળ વધી રહ્યો છે. 

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મની કમાણીના આંકડા શેયર કરીને ભારતમાં એની ટોટલ કમાણીનો આંકડો 95 કરોડ રૂપિયા જણાવ્યો છે. આમ, આ ફિલ્મ પહેલા જ અઠવાડિયામાં 100 કરોડ રૂપિયાની કમાણી કરવામાં થોડું ચુકી ગઈ છે. 

— taran adarsh (@taran_adarsh) 21 February 2019

આ ફિલ્મની સાત દિવસની કમાણી પર નજર ફેરવીએ તો એણે ઓપનિંગના દિવસે એટલે કે ગુરુવારે 19.40 કરોડ રૂપિયા, શુક્રવારે 13.10 કરોડ રૂપિયા, શનિવારે 18.65 કરોડ રૂપિયા, ,સોમવારે 8.65 કરોડ રૂપિયા, મંગળવારે 8.05 કરોડ રૂપિયા અને બુધવારે 6.05 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. 

ગલી બોય ફિલ્મમેકર ઝોયા અખ્તરની કરિયરની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની છે. તેની દિલ ધડકને દોએ 76.88 કરોડ રૂપિયા અને ઝિંદગી ના મિલેગી દોબારાએ ઓલ ઓવર 90.27 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે તેની આ લેટેસ્ટ ફિલ્મ રિલીઝના બીજા અઠવાડિયે 100 કરોડ રૂપિયાની કમાણી કરનારી ફિલ્મોમાં શામેલ થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news