હૃતિક રોશને કારમાંથી ઉતરી કેટરિનાને પકડી લીધી, 3 મિનિટ સુધી કરતો રહ્યો KISS ને પછી...

કેટરિના કૈફ અને Hrithik Roshan ની ફિલ્મ 'ઝિંદગી ના મિલેગી દોબારા' ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મમાં ફરહાન અખ્તર, કલ્કી, અભય દેઓલ જેવા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. ફિલ્મનો દરેક સીન સારી રીતે શૂટ કરવામાં આવ્યો છે.

Updated By: Dec 7, 2021, 08:18 PM IST
હૃતિક રોશને કારમાંથી ઉતરી કેટરિનાને પકડી લીધી, 3 મિનિટ સુધી કરતો રહ્યો KISS ને પછી...

નવી દિલ્હીઃ Katrina Kaif અને Hrithik Roshan ની ફિલ્મ 'ઝિંદગી ના મિલેગી દોબારા'ને સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મમાં ફરહાન અખ્તર, કલ્કી, અભય દેઓલ જેવા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. ફિલ્મનો દરેક સીન સારી રીતે શૂટ કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે રિલીઝના 11 વર્ષ પછી પણ જ્યારે આ ફિલ્મ જોવામાં આવે છે ત્યારે તે જૂની નથી લાગતી. આ ફિલ્મમાં કેટરિના કૈફ અને Hrithik Roshan ના કિસિંગ સીનની જોરદાર ચર્ચા થઈ હતી.

નાનો કરવામાં આવ્યો કિસિંગ સીન
જો તમે ફિલ્મ જોઈ હશે, તો તમને તે દ્રશ્ય યાદ હશે જ્યારે Hrithik Roshan, અભય દેઓલ અને ફરહાન અખ્તર કારમાં જઈ રહ્યા હતા, કેટરિના બાઇક પર તેમની પાછળ જાય છે. ત્યારબાદ Hrithik કારમાંથી નીચે ઉતરે છે અને કેટરીના તેને કિસ કરવા લાગે છે. આ ફિલ્મનો ખૂબ જ મહત્વપૂર્ણ સીન હતો. જો કે, આ સીનને પછીથી નાનો બતાવવામાં આવ્યો, પરંતુ શરૂઆતમાં આ સીન ઘણો લાંબો હતો.

બોલીવૂડ એક્ટ્રેસનો મોટો ખુલાસો, મારા પિતાએ મને કહ્યું- આ શું તે બ્રા પહેરી છે? અને પછી...

આ કારણે સીન કરવામાં આવ્યો એડિટ
બોલીવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, શરૂઆતમાં આ કિસિંગ સીન સંપૂર્ણ 3 મિનિટનો હતો, પરંતુ પછી તેને ટૂંકાવી દેવામાં આવ્યો. આ સીનને લઈને ડાયરેક્ટર ઝોયા અખ્તર અને કો-પ્રોડ્યુસર્સ વચ્ચે ઘણી ચર્ચા થઈ હતી, ત્યારબાદ કિસિંગ સીનને નાનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કહેવાય છે કે 3 મિનિટનો કિસિંગ સીન એકદમ સેન્સુઅલ બની ગયો હશે, જે ફિલ્મમાં બતાવવાની જરૂર નહોતી અને તેથી જ તેને એડિટ કરીને ટૂંકો કરવામાં આવ્યો હતો.

વિકી અને કેટરીનાને લગ્નથી થશે 100 કરોડનો ફયાદો! જાણો આ પાછળનું શું છે કારણ?

10 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી ફિલ્મ
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 'ઝિંદગી ના મિલેગી દોબારા' વર્ષ 2011 માં રિલીઝ થઈ હતી. તેનું નિર્દેશન ઝોયા અખ્તરે કર્યું હતું. આ ફિલ્મમાં Hrithik Roshan અને કેટરીનાની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. રિલીઝ પછી આ ફિલ્મ અને સ્ટાર્સે પોતાના નામે ઘણા એવોર્ડ જીત્યા હતા. આ સિવાય કેટરીના અને Hrithik એ ફિલ્મ 'બેંગ-બેંગ'માં પણ સાથે કામ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube