બોલીવૂડ એક્ટ્રેસનો મોટો ખુલાસો, મારા પિતાએ મને કહ્યું- આ શું તે બ્રા પહેરી છે? અને પછી...

બોલીવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા એક્ટિંગ સાથે પોતાના બોલ્ડ લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેણે ઘણી ફિલ્મોમાં શાનદાર કામ કર્યું છે જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે. ફિલ્મોમાં પણ નુસરત ભરૂચાની ફેશન સેન્સને ખૂબ પસંદ કરવામાં આવે છે.

Updated By: Dec 7, 2021, 07:19 PM IST
બોલીવૂડ એક્ટ્રેસનો મોટો ખુલાસો, મારા પિતાએ મને કહ્યું- આ શું તે બ્રા પહેરી છે? અને પછી...

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા (Nushrratt Bharuccha) એક્ટિંગ સાથે પોતાના બોલ્ડ લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેણે ઘણી ફિલ્મોમાં શાનદાર કામ કર્યું છે, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે. ફિલ્મોમાં પણ નુસરત ભરૂચાની ફેશન સેન્સને ખૂબ પસંદ કરવામાં આવે છે. પરંતુ એકવાર નુસરતે એક ફિલ્મમાં આવો ડ્રેસ પહેર્યો હતો, જે તેના પરિવારને પસંદ નહોતો.

પરિવારને પસંદ નહોતો નુસરતનો ડ્રેસ
અમે વાત કરી રહ્યા છીએ ફિલ્મ 'સોનુ કે ટીટુ કી સ્વીટી'ની. ફિલ્મનું ગીત 'છોટે છોટે પેગ' જબરદસ્ત લોકપ્રિય થયું હતું. આ વીડિયો સોંગમાં નુસરત ભરુચા (Nushrratt Bharuccha) એ કાર્તિક આર્યન અને સની સિંહ સાથે શાનદાર ડાન્સ કર્યો હતો. વીડિયોમાં નુસરત ભરુચાએ લાલ બ્રોલેટ અને મેચિંગ સ્કર્ટ પહેર્યું હતું. નુસરત ભરુચાએ જણાવ્યું કે ગીતમાં તેનો ડ્રેસ જોઈને પરિવાર ગુસ્સે થઈ ગયો હતો.

વિકી અને કેટરીનાને લગ્નથી થશે 100 કરોડનો ફયાદો! જાણો આ પાછળનું શું છે કારણ?

આવી હતી પરિવારજનોની પ્રતિક્રિયા
RJ સિદ્ધાર્થ કન્નન સાથેના એક ઈન્ટરવ્યુમાં નુસરતે જણાવ્યું કે તેના પિતા, માતા અને દાદીએ વીડિયો સોંગ જે દિવસે રિલીઝ થયું તે દિવસે જોયું હતું. પિતાએ મારી સામે જોયું અને પૂછ્યું, 'શું આ બ્રા છે જે તે પહેરી છે?' હું થોડીવાર મૌન રહી અને પછી કહ્યું - 'આ બ્રા નથી પણ બ્રોલેટ છે. આ એક સ્ટાઇલીંગ ટર્મ છે. લોકો તેને પહેરે છે. નુસરત ભરુચા (Nushrratt Bharuccha) એ વધુમાં જણાવ્યું કે ગીતમાં તેનો ડ્રેસ જોઈને પરિવારના સભ્યો ચોંકી ગયા હતા. વેલ બધાને મારો લુક ગમ્યો. બધાએ વખાણ કર્યા અને ગીત હિટ સાબિત થયું. મારો મતલબ એ છે કે કેટલીક બાબતોને તે રીતે રજૂ કરવી જોઈએ, જે રીતે સારી લાગે.

Oops: હવાના એક ઝોંકાથી ઉડ્યો જાહ્નવીનો ડ્રેસ, શરમમાં મુકાતા એક્ટ્રેસ દોડવા લાગી

આ ફિલ્મમાં જોવા મળી હતી
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, નુસરત ભરૂચા (Nushrratt Bharuccha) ની ફિલ્મ 'છોરી' તાજેતરમાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ છે. આ હોરર ફિલ્મમાં તેણે ગર્ભવતી મહિલાની ભૂમિકા ભજવી હતી. તેણે આ ફિલ્મમાં પોતાના અભિનયથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. હવે નુસરત 'હુરદાંગ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે સની કૌશલ અને વિજય વર્મા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube