બહુ જલ્દી આવશે 'તેરે નામ'ની રિમેક, 'આ' બનશે રાધે

સલમાનની આ ફિલ્મને જબરદસ્ત સફળતા મળી હતી

બહુ જલ્દી આવશે 'તેરે નામ'ની રિમેક, 'આ' બનશે રાધે

મુંબઇ : સલમાન ખાનની લોકપ્રિય ફિલ્મોનું જો લિસ્ટ બનાવવામાં આવે તો એમાં 'તેરે નામ'નો ચોક્કસપણે સમાવેશ થાય છે. આ ફિલ્મથી સલમાનની કરિયર ફરી પાટા પર ચડી ગઈ હતી. 2003માં આવેલા આ ફિલ્મને સારી એવી સફળતા મળી હતી. હવે સમાચાર મળ્યા છે કે આ ફિલ્મની રિમેક બની રહી છે. 

મળતી માહિતી પ્રમાણે આ રિમેકમાં સલમાને ભજવેલો રાધેનો રોલ ટીવી કલાકાર નિર્ભય વાધવા ભજવશે. નિર્ભય આ પહેલાં ટીવી સિરિયલ મહાભારત અને ક્યામત કી રાતમાં દેખાઈ ચૂક્યો છે. નિર્ભયે બોલિવૂડ લાઇફને જણાવ્યું છે કે તેને ધાર્મિક પાત્રોના બદલે આ રોલ ભજવવા મળ્યો એનો મને આનંદ છે. હવે લોકોને મારો ક્યારેય ન જોવા મળ્યો હોય એવો લુક જોવા મળશે. નિર્ભયે જણાવ્યું છે કે સલમાન મારો પ્રેરણાસ્ત્રોત છે અને નાનપણથી જ તેને જોઈને તેના જેવી બોડી બનાવી છે. 

નિર્ભયે આપેલી માહિતી પ્રમાણે 'તેરે નામ'ની રિમેકમાં રાધે ઉપરથી કડક અને અંદરથી સોફટ હશે અને આ વખથે રિમેકમાં મોટો બદલાવ હશે. આ રિમેકમાં કોઈ છોકરી નહીં જોવા મળે અને રાધેને કોઈ બીજી વસ્તુ માટે જ ક્રેઝી દેખાડવામાં આવશે. આ વાતનો ખુલાસો સ્ક્રીન પર જ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news