પેટાચૂંટણી: મોરબી પાલિકામાં કોંગ્રેસનો સફાયો, ભાજપના તમામ ઉમેદવાર વિજેતા બન્યા

મતદાનની પૂર્વ સંધ્યા પહેલા પાટીદાર સમાજનો એક જાગૃત દીકરાના નામની પત્રિકા તેમજ શહેરના જુદાજુદા માર્ગો ઉપર લગાવવામાં આવેલ અલ્પેશ કથીરિયાના હોર્ડિગ્સ બોર્ડની પાલિકાની પેટા ચુંટણીમાં કોઈ અસર જોવા મળી નથી

પેટાચૂંટણી: મોરબી પાલિકામાં કોંગ્રેસનો સફાયો, ભાજપના તમામ ઉમેદવાર વિજેતા બન્યા

મોરબી: મોરબી પાલિકામાં ખાલી પડેલી છ બેઠકો માટે યોજાયેલ પેટા ચુંટણીમાં કોંગ્રેસનો સફાયો કરીને તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. જેથી આગામી દિવસોમાં મોરબી પાલિકામાં પણ સત્તા પરિવર્તન થાય તો નવી નહી.

મોરબી પાલિકાની છ ખાલી પડેલી બેઠકો માટે પેટા ચુંટણી યોજવામાં આવી હતી જેમાં ૪૩.૫૨ ટકા મતદાન થયું હતું ત્યાર બાદ આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વીસી હાઈસ્કુલ ખાતે મત ગણતરી શરુ કરવામાં આવી હતી અને જેમ જેમ ઈવીએમ મશીનમાંથી આંકડા સામે આવવા લાગ્યા હતા તેમ તેમ કોંગ્રેસનું શુવન થવા લાગ્યું હતું. 

હાલમાં જે છ બેઠક ઉપર પેટા ચુંટણી યોજાઈ હતી તે તમામ બેઠક છેલ્લા પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસને મળી હતી જો કે, આ પેટા ચુંટણીમાં કોંગ્રેસનું ધોવાણ થઇ ગયું છે અને ભાજપનો કેસરિયો લહેરાયો છે હાલમાં વોર્ડ નબર ૧ માં પ્રભુભાઈ ભૂત અને સંગીતાબેન બુચ, વોર્ડ નંબર ૩ માં પ્રવિણાબેન ત્રિવેદી, વોર્ડ નંબર ૫ માં સુરભીબેન ભોજાણી, મીનાબેન હડીયલ અને હનીફભાઈ મોવર છુટયા છે. 

અત્રે ઉલેખનીય છે કે, મતદાનની પૂર્વ સંધ્યા પહેલા પાટીદાર સમાજનો એક જાગૃત દીકરાના નામની પત્રિકા તેમજ શહેરના જુદાજુદા માર્ગો ઉપર લગાવવામાં આવેલ અલ્પેશ કથીરિયાના હોર્ડિગ્સ બોર્ડની પાલિકાની પેટા ચુંટણીમાં કોઈ અસર જોવા મળી નથી અને આજના પરિણામ ઉપરથી રાજકીય વર્તુળો કહી રહ્યા છે કે આગામી દિવસોમાં પાલિકામાં સત્તા પરિવર્તન નિશ્ચિત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news