ઇરફાન ખાને પોતાની બિમારી અંગે કર્યો ખુલાસો: ટૂંક સમયમાં જશે વિદેશ

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ઇરફાન ખાન ન્યૂરો એન્ડોક્રાઇન ટ્યૂમર(કેંસર)નો શિકાર છે, આ કેન્સર શરીરમાં હોર્મોન પેદા કરનારા હિસ્સામાં મોટુ થાય છે, જે એક રેર પ્રકારનો રોગ છે

ઇરફાન ખાને પોતાની બિમારી અંગે કર્યો ખુલાસો: ટૂંક સમયમાં જશે વિદેશ

મુંબઇ : અભિનેતા ઇરફાન ખાને પોતીની બિમારી અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે સોશ્યલ મીડિયા પર એક સ્ટેટમેન્ટ આપતા માહિતી આપી કે કેને ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર છે. અત્રે ઉલ્લેખનીય છે તે છોડા દિવસો અગાઉ ઇરફાને સોશયલ મીડિયા પર પોતાની બિમારી અંગે પોસ્ટ કરી હતી. જેમાં તેણે રેર ડિજીજનો ઉલ્લેખ કર્યો હતો. તેની આ પોસ્ટ બાદ તેનાં ફેન્સમાં બેચેની વધી ગઇ હતી. ઇરફાને આ પોસ્ટમાં લખ્યું હતું કે કોઇ ક્યાસ ન લગાવો તે પોતે આ અંગે માહિતી આપશે. આજે તેણે પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી.

ઇરફાને ટ્વીટર હેન્ડલ દ્વારા આજ પોસ્ટ કરીને લખ્યું કે, જેની આશા ન હોય તે તમને આગળ વધવામાં મદદ કરે છે, ગત્ત થોડા દિવસો એવા જ રહ્યા. મને ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમરનો ખ્યાલ આવી ચુક્યો છે અને તે સમય ખુબ જ મુશ્કેલ રહ્યો જો કે મારી આસપાસનાં લોકોનાં પ્રેમ અને શક્તિએ મારામાં આશા જગાડી હતી.

આ જર્નીમાં મારે વિદેશ પણ જવું પડશે અને હું તમને પ્રાર્થના કરૂ છું કે મારા સારા સ્વાસ્થય માટે પ્રાર્થનાં કરો અને મને શુભકામનાઓ મોકલતા રહો. જેવી અફવાઓ ઉડી રહી છે ન્યૂરોનો અર્થ હંમેશા મગજ નથી હોતો, માહિતી મેળવવાની સૌથી સારી રીત છે તમે ગૂગલ પર થોડુ રિસર્ચ કરો. જે લોકો મારા તરફથી સમાચારની રાહ જોઇ રહ્યા હતા, આશા છે કે હું આગામી થોડા સમયમાં તેમનાં માટે વધારે સમાચારો સાથે પરત ફરીશ

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇરફાને પોતાની બિમારી અંગે ટ્વીટર પર માહિતી આપી હતી ત્યાર બાદ તેણે બ્રેન કેન્સર મુદ્દે ઘણી બિમારીઓનાં ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા. થોડા દિવસો પહેલા તેણે આ અંગે ટ્વીટ પણ કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news