ISI તાલિબાની આતંકવાદીઓની કરે છે મદદ: અમેરિકન મીડિયાએ ખોલી પોલ

વોશિંગ્ટન ટાઇમ્સે પોતાનાં એક રિપોર્ટમાં દાવો કર્યો કે પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી ISI હાલ પણ તાલિબાન આતંકવાદીઓની મદદ કરે છે

  • બેધકડક ISI અધિકારીઓને મળે છે તાલિબાનો અમેરિકન મીડિયાનો દાવો
  • કિલા અબ્દુલ્લામાં આઇએસઆઇની સાથે મળીને તાલિબાનો ચલાવે છે કેમ્પ
  • પોલીસ અને તાલિબાની લડાકુઓની વચ્ચે થતો રહે છે સંઘર્ષ

Trending Photos

ISI તાલિબાની આતંકવાદીઓની કરે છે મદદ: અમેરિકન મીડિયાએ ખોલી પોલ

વોશિંગ્ટન : અમેરિકન મીડિયાએ દાવો કર્યો કે પાકિસ્તાનની ગુપ્ચર એજન્સી (ISI) સરહદી વિસ્તારોમાં તાલિબાનોને ગુપ્ત રીતે સહયોગ કરે છે. વોશિંગ્ટન ટાઇમ્સનાં એક અહેવાલ અનુસાર પાકિસ્તાનનાં સીમા પરનાં વિસ્તારમાં ખાસ પ્રકારનાં મહોલ્લાઓ અને આસપાસનાં વિસ્તારોનો ઉલ્લેખ છે, જેને તાલિબાની આતંકવાદીઓ છુપાવા માટે ઉપયોગમાં લે છે. રિપોર્ટમાં દાવો કરાયો કે અફઘાનિસ્તાનથી આતંકવાદીઓ બેધડક પાકિસ્તાન સેનાનાં ગઢ ક્વેટામાં આવતા જતા રહે છે. જ્યાંથી સેના અને ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સનાં અધિકારીઓ સાથે મુલાકાત ઉપરાંત મદદ પણ કરતા રહે છે.

અખબારે અજાણ્યા ગુપ્ત સુત્રોનાં હવાલાથી કહ્યું કે, અમારૂ માનવું છે કે ઉચ્ચ તાલિબાન નેતૃત્વ પશ્તુનાબાદ, ગુલિસ્તાન અને આસપાસનાં વિસ્તારોમાંથી સંચાલિત થઇ રહ્યો છે. તેમનાં અનુસાર ક્વેટાથી 44 કિલોમીટર દુર એક નાનકડું સીમાવર્તી જિલ્લો કિલ્લા અબ્દુલ્લા પણ એવો જ એક વિસ્તાર છે જ્યાં તાલિબાન આઇએસઆઇની સાથે મળીને કામ કરી રહ્યું છે. જિલ્લાની અંદર ચમન નામનાં એક વિસ્તારની સીમાં અફઘાનિસ્તાનને મળે છે, જેને તાલિબાનનો ગઢ માનવામાં આવે છે. આતંકવાદીઓ ત્યાં ખુલ્લામાં ફરે છે અને પોતાની ગતિવિધિઓ ચલાવે છે. સ્થાનિક લોકો તેમને તાલિબ્સ નામથી ઓળખે છે.

સુત્રો અનુસાર ઓટોમેટિક હથિયારો સાથે તાલિબાનનાં લડાકુઓ મોટરસાઇકલ સાથે ચાર પૈડાવાળા વાહનો પર બેથી માંડીને પાંચ સાથીઓ સાથે કુચલક માર્ગ પર આવતા જતા રહે છે. વોશિંગ્ટન ટાઇમ્સે કહ્યું કે, આઇએસઆઇ પોતાનાં વાહનોનો ઉપયોગ કરીને તાલિબાનોને આવવા જવા માટે રસ્તો ઉપલબ્ધ કરાવે છે. જો તાલિબાનની સ્થાનિક પોલીસ ધરપકડ કરે તો આઇએસઆઇનાં અધિકારીઓ પહોંચીને તેમને છોડાવી દે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news