Border ફિલ્મ બનાવ્યાં પછી જે.પી.દત્તાને કેમ મળી હતી જાનથી મારી નાખવાની ધમકી? જાણો
આજે આખો દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો છે. આજે દરેક વ્યક્તિ અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત થવાની ખુશી મનાવી રહ્યો છે. પરંતુ આઝાદી પછી પણ એક લડાઈ છે જે આપણા દેશના સૈનિકો તેમના છેલ્લા શ્વાસ સુધી લડે છે. આવી જ એક વાર્તા અમને ડિરેક્ટર જે.પી. દત્તાએ રજૂ કરી હતી. તેમની ફિલ્મ 'બોર્ડર'ના ગીતો આજે પણ લોકોના હોઠ પર છે.
Trending Photos
નવી દિલ્લીઃ આજે આખો દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો છે. આજે દરેક વ્યક્તિ અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત થવાની ખુશી મનાવી રહ્યો છે. પરંતુ આઝાદી પછી પણ એક લડાઈ છે જે આપણા દેશના સૈનિકો તેમના છેલ્લા શ્વાસ સુધી લડે છે. આવી જ એક વાર્તા અમને ડિરેક્ટર જે.પી. દત્તાએ રજૂ કરી હતી. તેમની ફિલ્મ 'બોર્ડર'ના ગીતો આજે પણ લોકોના હોઠ પર છે.
જાનથી મારવાની મળી હતી ધમકી:
દેશભક્તિથી પ્રેરિત ઘણી ફિલ્મો બોલિવૂડમાં બની છે. આ ફિલ્મોમાં જેપી દત્તાનું 'બોર્ડર' નામ સૌથી પહેલા આવે છે. પણ આ ફિલ્મ બનાવવામાં ડિરેક્ટર સાહેબે ઘણો સંગર્ષ કરવો પડ્યો હતો. આ ફિલ્મ માટે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. પરંતુ જેપી દત્તાએ આ ફિલ્મ બનાવી અને એક જવાનના જીવનનું સત્ય લોકો માટે ખુલ્લું રાખ્યું.
સુરક્ષા માટે મળ્યા બૉડીગાર્ડ્સ:
'બોર્ડર'ની વાર્તા 1971ના ભારત-પાક યુદ્ધ પર આધારિત હતી. ફોર્બ્સ માટે લખેલા કૉલમમાં જેપી દત્તાએ જણાવ્યું કે ફિલ્મ રિલીઝ થયા પછી તેમના જીવને જોખમ હતુ. ત્યારપછી તેમને બે બૉડીગાર્ડ્સ આપવામાં આવ્યા હતા. તેઓએ કહ્યું કે તે હંમેશા તેની સાથે પડછાયાની જેમ રહેતા હતા અને લગભગ 3-4 મહિના સાથે હતા.
પરિવાર હતો વિરોધમાં:
જે.પી. દત્તાએ LOC કારગિલ બનાવવાનું નક્કી કર્યું હતું ત્યારે તેમના પરિવારે તેની વિરુદ્ધ કર્યો હતો. તેઓ જણાવે છે કે મેં મારા પરિવાર સાથે દલીલ કરી અને કહ્યું કે આપણે બધાએ એક કે બીજી રીતે મરવું પડશે. જો તેઓ (સૈનિકો) આપણા માટે ઉભા રહી શકે છે, તેઓ મારા માટે પોતાનો જીવ આપી શકે, તો પછી હું તેમના માટે કેમ ના મરી શકું? હું પાછો ફરવાનો નથી. હું આ કરીશ અને ઈતિહાસ બનાવીશ..
રૂપિયા કમાવા નથી બનાવી ફિલ્મ:
જે.પી. દત્તાએ આગળ કહ્યું કે 'મેં પૈસા કમાવા માટે કે બોક્સ ઓફિસ માટે ફિલ્મ બનાવી નથી. મેં ત્રણ કલાક કરવાનો કોઈ નિર્ણય નથી લીધો. તે ચાર કલાકની ફિલ્મ હતી. હુ અધિકારીઓને મળ્યો હતો. હું તેમના બાળકોને મળ્યો, તેઓ કેવી રીતે મોટા થયા, કેવી રીતે લડ્યા. જો મેં ફિલ્મ આ બધુ કાપી નાખ્યુ હોત , તો મારે તેમનું જીવન અને તેમની વાર્તાઓ ફિલ્મમાંથી દૂર કરવી પડી હોત. હું ફરી ક્યારેય તે પરિવારોનો સામનો ના કરી શક્તો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે