IAF પાયલોટ ગુંજન સક્સેનાની બાયોપિક માટે વજન વધારશે જાહ્નવી કપૂર

ગુંજન સક્સેનાની બાયોપિક માટે જાહ્નવી કપૂર કરી રહી છે ખાસ તૈયારી. પાત્રમાં સંપૂર્ણ રીતે ઉતરવા માટે વધારશે 6-7 કિલો વજન. 

IAF પાયલોટ ગુંજન સક્સેનાની બાયોપિક માટે વજન વધારશે જાહ્નવી કપૂર

નવી દિલ્હીઃ જાહ્નવી કપૂરે 2018માં ધડક ફિલ્મથી બોલીવુડમાં પર્દાપણ કર્યું હતું. પ્રથમ ફિલ્મથી તે ઈન્ડસ્ટ્રીમાં છવાઇ ગઈ છે. આ દિવસોમાં તે ઈન્ડિન એરફોર્મની પાયલોટ ગુંજન સક્સેનાની બાયોપિકમાં વ્યસ્ત છે. તેની પાસે કરણ જોહરની મલ્ટીસ્ટારર મૂવી તખ્ત પણ છે. જેના શૂટિંગમાં હજુ વાર છે. તેથી જાહ્નવીનું ધ્યાન ગુંજન સક્સેનાની બાયોપિક પર છે. 

તેમાં તે ગુંજન સક્સેનાની ભૂમિકા નિભાવી રહી છે. કેરેક્ટરમાં પોતાના ઢાળવા માટે અભિનેત્રી ખૂબ મહેનત કરી રહી છે. પિંકવિલાના સૂત્રો પ્રમાણે પોતાના રિપોર્ટમાં જણાવ્યું, જાહ્નવી આ ફિલ્મ માટે વજન વધારી રહી છે. ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરી કે માર્ચમાં શરૂ થશે. પાત્રને પોતામાં ઉતારવા માટે જાહ્નવી પોતાનું વજન 6-7 કિલો વધારશે. જે અભિનેત્રી માટે ખુબ મુશ્કેલ હશે, કારણ કે તે ફિટનેસ અને ડાઇટ કોન્સિયસ છે. 

ઇંસ્ટા પર જાહ્નવી કપૂરના ગુંજન સક્સેનાના ગેટઅપમાં તસ્વીરો વાયરલ થઈ છે. ફોટોમાં અભિનેત્રી પાયલોટના યૂનિફોર્મમાં જોવા મળી રહી છે. ગુંજનની જેમ જાહ્નવીએ પાછળ હેરબન બનાવી રાખ્યું છે. ફર્સ્ટ લુકમાં જાહ્નવી શાનદાર લાગી રહી છે. 

A post shared by Janhvi💘 FC (@janhvialways) on

કોણ છે ગુંજન સક્સેના? 
ગુંજન પ્રથમ મહિલા IAF પાયલોટ હતી. તેણે 1999ના કારગિલ યુદ્ધ બાદ ઈજાગ્રસ્ત ભારતીય સૈનિકોને વોર ઝોનની બહાર કાઢ્યા હતા. હથિયાર વિના ગુંજને પાકિસ્તાની સેનાનો સામનો કર્યો હતો. તે પોતાની બહાદુરી માટે જાણીતી છે. 

ગુંજનનું શૌર્ય ચક્રથી પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર મેળવનાર તે પ્રથમ મહિલા બની હતી. ગુંજને દિલ્હીના હંસરાજ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેને IAFની પ્રથમ મહિલા ટ્રેની પાયલોટ બેન્ક જોઇન કરવાની તક મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news