ના હોય! 3 વર્ષ પહેલા જ મેકર્સે શોધી નાખ્યા આબેહૂબ નવા 'દયાબેન', એક કારણે અટક્યો મામલો? જેનિફર મિસ્ત્રીનો દાવો

Taarak Mehta Ka Ooltah Chashmah Dayaben:  છેલ્લા છ વર્ષથી દિશા વાકાણી શોમાં જોવા મળતી નથી. જ્યાં એકબાજુ મેકર્સ હજુ સુધી દિશા વાકાણીની જગ્યાએ દયાબેન માટે કોઈ અન્ય અભિનેત્રીને શોધી શક્યા નથી ત્યાં બીજી બાજુ તારક મહેતા...માં મિસિસ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ એક મોટો દાવો કર્યો છે. 

ના હોય! 3 વર્ષ પહેલા જ મેકર્સે શોધી નાખ્યા આબેહૂબ નવા 'દયાબેન', એક કારણે અટક્યો મામલો? જેનિફર મિસ્ત્રીનો દાવો

Taarak Mehta Ka Ooltah Chashmah Dayaben:  15 કરતા પણ વધુ વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ લોકોનું ભરપૂર મનોરંજન કરી રહી છે. શોના દરેક પાત્રએ દર્શકોના મન પર છાપ છોડી છે. તેમાંનું એક ગજબનું લોકપ્રિય પાત્ર છે દયાબેન. દિશા વાકાણીએ દયાબેનની ભૂમિકામાં જીવ રેડી દીધો હતો. પરંતુ છેલ્લા છ વર્ષથી દિશા વાકાણી શોમાં જોવા મળતી નથી. જ્યાં એકબાજુ મેકર્સ હજુ સુધી દિશા વાકાણીની જગ્યાએ દયાબેન માટે કોઈ અન્ય અભિનેત્રીને શોધી શક્યા નથી ત્યાં બીજી બાજુ તારક મહેતા...માં મિસિસ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ એક મોટો દાવો કર્યો છે. 

શું 3 વર્ષ પહેલા શોધી લીધી હતી નવી દયાબેન?
વાત જાણે એમ છે કે જેનિફર મિસ્ત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દયાબેનના રિપ્લેસમેન્ટ પર મોટો દાવો કરતી જોવા મળે છે. Reddit પર જે વીડિયોની ક્લિપ વાયરલ થઈ રહી છે તેમાં જેનિફર મિસ્ત્રી એવું કહેતી જોવા મળે છે કે- 'તે 100 ટકા દયા છે. એક બીચારી છોકરીને તો ખબર છે કે 3 વર્ષથી તેનું ઓડિશન લે છે. દિલ્હીથી તેને બોલાવે છે. ફક્ત વાત એ છે કે તે યંગ છે. મને લાગે છે તે 28-29 વર્ષની હશે. બહુ એજ ગેપ દેખાશે એમ કરીને તેનું ન થયું....'

જેનિફર મિસ્ત્રીનો દાવો
જેનિફર વીડિયોમાં કહેતી જોવા મળે છે કે- પરંતુ  બિલકુલ દિશા. તેનું અમારી સાથે મોક શૂટ થયું છે. અમારું દિલિપજીનું, અમિતનું, ટપ્પુ સેનાનું, બધાનું અલગ અલગ થયું છે. જેનિફરનું કહેવું છે કે જો 1 સેકન્ડ માટે તમે આંખ બંધ કરી લો અને તેને સાંભળશો તો તમને કોઈ ફરક લાગશે નહીં. જો કે જેનિફરે તે છોકરીનું નામ રિવિલ કર્યું નથી. જો કે તેના આ વાયરલ વીડિયો બાદ ફેન્સ તો ખુશ થઈ ગયા છે. અત્રે જણાવવાનું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની ભૂમિકા ભજવાનાર અભિનેત્રી દિશા વાકાણી વર્ષ 2017માં મેટરનિટી લીવ પર ગઈ હતી. ત્યારબાદ અભિનેત્રી હજુ સુધી પાછી ફરી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news