દુર્ગા પંડાલમાં કાજોલે રાની મુખરજીને મારી થપ્પડ, વાયરલ વીડિયોની ચોંકાવનારી હકીકત સામે આવી

Kajol and rani mukerji : દર વર્ષની જેમ આ વર્ષે પણ રાની મુખર્જિ અને કાજોલ દુર્ગાપૂજામાં સાથે જોવા મળી... બંને સાડીમાં કમાલ લાગી રહી હતી, પરંતું આ વચ્ચે તેમનો એક વીડિયો વાયરલ થયો છે 
 

દુર્ગા પંડાલમાં કાજોલે રાની મુખરજીને મારી થપ્પડ, વાયરલ વીડિયોની ચોંકાવનારી હકીકત સામે આવી

rani mukerji kajol durga puja pandal video : બોલિવુડ અભિનેત્રી કાજોલ અનેક વર્ષોથી જુહૂમાં પોતાનો દુર્ગા પૂજાનો પંડાલ લગાવે છે. આ પંડાલમાં દુર્ગાના દર્શન માટે અનેક બોલિવુડ હસ્તીઓ આવતી હોય છે. દુર્ગા પૂજા દરમિયાન અહી નજારો જોવા જેવો હોય છે. આ પંડાલની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. આવામાં આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેને જોયા બાદ કાજોલને ટ્રોલ કરવામાં આવી છે. 

કાજોલે સૌની સામે રાની મુખર્જિને થપ્પડ મારી 
કાજોલે દુર્ગા પૂજાના પંડાલમાં માતાના દર્શન માટે પોતાની બહેન તનિષા અને રાની મુખર્જી સાથે પહોંચી હતી. રાની મુખર્જિ દર વર્ષે કાજોલની સાથે દુર્ગા પૂજાના પંડાલમાં હાજરી આપે છે. આ વચ્ચે કાજોલ અને રાની મુખર્જિનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કાજોલ રાનીને કંઈક કહે છે, પરંતું કદાચ રાનીનું ધ્યાન કાજોલ તરફ જતુ નથી, અને તે ક્યાંક બીજે ધ્યાન આપે છે. તે કાજોલની વાતને બેધ્યાન કરે છે. જેથી કાજોલ રાની મુખર્જિને થપ્પડ મારે છે. 

આ વાયરલ વીડિયોની હકીકત કંઈક અલગ છે. કાજોલ રાની મુખર્જિના ખભા પર હળવેકથી મસ્તીના મૂડમાં થપ્પડ લગાવે છે. તેના બાદ તે રાની મુખર્જિને પોતાની વાત કહે છે. કાજોલ રાની મુખર્જીને કંઈક કહેવા માંગે છે, કદાચ તે પોતાના માથા પરની બિંદી બરાબર કરવવાનું કહે છે. બાદમાં રાની મુખર્જિ તેને યોગ્ય દિશામાં લગાવે છે. 

લોકોએ કાજોલને તેની હરકતો માટે ટ્રોલ કરી હતી
કાજોલ અને રાની મુખર્જીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા યુઝર્સને કાજોલનું રાની સાથેનું વર્તન પસંદ નહોતું. યૂઝર્સ આ વીડિયો પર કોમેન્ટ કરીને કાજોલને ટ્રોલ કરી રહ્યા છે. તેના પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, 'પૈસો બોલે છે બીજું કંઈ નહીં.' એકે લખ્યું, 'તેઓ દિવસેને દિવસે વધુ અસંસ્કારી બની રહ્યા છે.' આ વિડિયો પર આવી બીજી ઘણી કોમેન્ટ્સ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news