મધર્સ ડે પર કંગના રનોતે લખી માતા માટે સુંદર કવિતા
મધર્સ ડે પર બધા માતા માટે પોતાનો પ્રેમ અને ભાવનાઓ વ્યક્ત કરવા માટે અલગ-અલગ રીત શોધે છે. આ વખતે કંગના રનોતે પોતાની માતા માટે કવિતા લખી છે. આ કવિતા તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ વિશ્વભરમાં આજે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે તો બોલીવુડ સેલિબ્રિટી પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલા છે. તો કંગના રનોતે ઇન્સ્ટાગ્રામ પર પોતાની માતા માટે મધર્સ ડે પર ખાસ મેસેજ લખ્યો છે.
મનાલીમાં છે કંગના
કંગના આ સમયે મનાલીમાં સમય પસાર કરી રહી છે. ત્યારે તેણે મધર્સ ડે પર પોતાની માતા માટે એક ખાસ કવિતા લખી છે. તેણે લખ્યું, 'માં મૈં આપકે જીવન કી લાલસા હૂં. જબ મૈં પહલી બાર આપકે દિલ મેં ખિલી.. તો આપકી આંખે ઉમ્મીદ સે ચમક ઉઠી. જબ મૈં એક સિંગલ સેલ કે રૂપ મેં આપકી કોખ મેં આઈ. આપને મુજે જીવન દેને કે લિયે સાંસ લી, મને રક્ત દેને કે લિયા આપને ખાના ખાયા ઔર ફિર આપને મુજે ખુદ સે અલગ કરકે દુનિયા દી. આપકા ટુકડા, આપકે બહાર, ખો ગયા ઔર આપકો તલાશ રહા હૈ, મૈંને પૂરી દુનિયા ઘૂમી પર આપકી કોખ જૈસા પ્યાર ઔર ગર્મજોશી મુજે કહીં નહીં મિલા, ઔર ફિર મૈનેં અપને દિલ મેં ઝાંકા,... આપ મુજે વહાં મિલ ગઈ, આપ મુજે વહાં મિલ ગઈં.. આપ મેરે દિલ મેં ખિલી હુઈ થી, એક ઇચ્છા કે રૂપ મેં, જીને કી એક આસ કે રૂપ મેં, મેં આપકે જીવન કી લાલસા હૂં.'
આ ફિલ્મમાં જોવા મળશે
વર્કની વાત કરીએ તો કંગના થલાઇવી ફિલ્મમાં તમાલનાડુના દિવંગત મુખ્યમંત્રી જયલલિતાની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય તે તેજલમાં એરફોર્સ પાયલટના રૂપમાં જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે