Samantha-Naga Chaitanya: દક્ષિણની સુપરડુપર જોડીનો સાત જન્મનો સંબંધ 4 વર્ષમાં જ તૂટ્યો, આ બોલીવુડ સુપરસ્ટાર જવાબદાર?

દક્ષિણની ફિલ્મ અભિનેત્રી સામંથા પ્રભુ અને નાગા ચૈતન્યનો સાત જન્મનો સંબંધ આખરે 4 વર્ષમાં જ તૂટી ગયો. આ વાતનો ખુલાસો સામંથાએ પોતે ઈન્સ્ટાગ્રામ પર કર્યો છે. લાંબા સમયથી બંનેના ડિવોર્સ અંગે મીડિયામાં અટકળો થઈ રહી હતી. પરંતુ હવે અભિનેત્રીનું નિવેદન સામે આવ્યું છે. રિએક્શન આપનારા લોકોમાં પહેલું નામ કંગના રનૌતનું છે. કંગના રનૌતે સામંથી પ્રભુ અને નાગા ચૈતન્યના તલાક પર વ્યંગ કર્યો છે. 
Samantha-Naga Chaitanya: દક્ષિણની સુપરડુપર જોડીનો સાત જન્મનો સંબંધ 4 વર્ષમાં જ તૂટ્યો, આ બોલીવુડ સુપરસ્ટાર જવાબદાર?

નવી દિલ્હી: દક્ષિણની ફિલ્મ અભિનેત્રી સામંથા પ્રભુ અને નાગા ચૈતન્યનો સાત જન્મનો સંબંધ આખરે 4 વર્ષમાં જ તૂટી ગયો. આ વાતનો ખુલાસો સામંથાએ પોતે ઈન્સ્ટાગ્રામ પર કર્યો છે. લાંબા સમયથી બંનેના ડિવોર્સ અંગે મીડિયામાં અટકળો થઈ રહી હતી. પરંતુ હવે અભિનેત્રીનું નિવેદન સામે આવ્યું છે. રિએક્શન આપનારા લોકોમાં પહેલું નામ કંગના રનૌતનું છે. કંગના રનૌતે સામંથી પ્રભુ અને નાગા ચૈતન્યના તલાક પર વ્યંગ કર્યો છે. 

કંગનાએ કર્યો વ્યંગ
કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે 'આ સાઉથનો અભિનેતા, જેણે તેની પત્નીને અચાનક ડિવોર્સ આપી દીધા. તેચાર વર્ષથી તેની સાથે લગ્નના બંધનમાં હતો અને 10 વર્ષ સુધી રિલેશનશીપમાં હતો. હાલમાં જ બોલીવુડ સુપરસ્ટારના સંપર્કમાં આવ્યો જેને બોલીવુડ ડિવોર્સ એક્સપર્ટના નામથી પણ જાણે છે...જેણે અનેક મહિલાઓ અને બાળકોની જિંદગી બરબાદ કરી છે. હવે તે જ્ઞાનની રોશની અને લડાઈ કરાવનારી આન્ટી છે...આથી બધુ આરામથી થઈ ગયું...આ એક અંધ તુક્કો નથી...આપણે બધા જાણીએ છીએ કે તે કોણ છે.'

Kangana Ranuat ने बताई Samantha-Naga Chaitanya के तलाक की वजह, इस सुपरस्टार को बताया जिम्मेदार

બોલીવુડ સુપરસ્ટાર તરફ કંગનાનો ઈશારો
કંગના રનૌતનો ઈશારો આમિર ખાન તરફ છે. હાલમાં જ આમિર ખાનના પણ કિરણ રાવ સાથે તલાક થયા છે. આમિર ખાન અને નાગા ચૈતન્ય 'લાલ સિંહ ચડ્ઢા' ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. બંનેએ લદાખમાં શુટિંગ પણ કર્યું. આ ઉપરાંત નાગાની પાર્ટીમાં પણ આમિર ખાન પહોંચ્યો હતો જ્યાં સામંથા પ્રભુ નહતી. અત્રે જણાવવાનું કે ડિવોર્સની જાણકારી નાગા ચૈતન્ય અને સામંથા પ્રભુ બંનેએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક નોટ શેર કરીને આપી છે. 

कोई वर्णन उपलब्ध नहीं है.

બંનેના 2017માં થયા હતા લગ્ન
સામંથી અને નાગા ચૈતન્યએ વર્ષ 2010માં ફિલ્મ 'યે માયા ચેસાવે' માં સાથે કામ કર્યું હતું. બંનેએ જાન્યુઆરી 2017માં હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ 6 ઓક્ટોબર 2017માં ગોવામાં લગ્ન કર્યા અને અક્કિનેની પરિવારની સભ્ય બની ગઈ. ત્યારથી તે પોતાના નામ સાથે અક્કિનેની અટક લગાવતી હતી. પરંતુ જુલાઈમાં તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી પોતાના નામ આગળથી અક્કિનેની હટાવી દીધુ અને ત્યારબાદથી બંનેના ડિવોર્સની અટકળો થઈ રહી હતી. હવે આ અટકળો પર બંનેએ મહોર લગાવી દીધી છે. 

Aamir Khan-Kiran Rao welcome Naga Chaitanya onboard 'Laal Singh Chaddha',  pose for pic together! | People News | Zee News

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news