કપિલ શર્મા, ગર્લફ્રેન્ડ ગિની અને જીવનને બદલી નાખતો બહુ મોટો વળાંક, Exclusive સમાચાર

કપિલ શર્માએ હાલમાં પોતાના નવા ટીવી શોની જાહેરાત કરી છે

કપિલ શર્મા, ગર્લફ્રેન્ડ ગિની અને જીવનને બદલી નાખતો બહુ મોટો વળાંક, Exclusive સમાચાર

મુંબઈ : કપિલ શર્મા પર્સનલ અને પ્રોફેશનલ એમ બંને ફ્રન્ટ પર નવી ઇનિંગની શરૂઆત કરી રહ્યો હોવાના સમાચાર છે. મુંબઈ મિરરમાં આવેલા રિપોર્ટ પ્રમાણે કપિલ અને તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ ગિની ચતરાથ ડિસેમ્બર મહિનામાં અમૃતસરમાં 4 દિવસ લાંબા ચાલનારા ભવ્ય સમારોહમાં લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ એક બિગ ફેટ પંજાબી વેડિંગ હશે. નોંધનીય છે કે ગયા વર્ષે માર્ચ મહિનામાં કપિલકે ટ્વિટર પર પોતાની ગર્લફ્રેન્ડ ગિનીની તસવીર શેયર કરીને પોતાના સંબંધોની જાહેરાત કરી હતી. 

નોંધનીય છે કે કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા ફરી એકવાર નાની સ્ક્રિન પર કમબેક કરવા જઈ રહ્યો છે. તેનો સુપરહિટ કમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ ફરી શરૂ થવાનો છે. કપિલે આ વિશે પોતાના ટ્વિટર પર આ વાતની જાહેરાત કરી છે. કપિલ શર્મા એક્ટિંગ બાદ પ્રોડ્યૂસર બની ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરી રહ્યો છે. તે ફિલ્મ ‘સન ઓફ મંજીત’ સાથે નિર્માતા તરીકે જોડાયો છે. પિતા-પુત્રના સંબંધ પર આધારિત આ ફિલ્મને વિરમ ગ્રોવરે ડિરેક્ટ કરી છે. જપજી ખેરા, ગુરપ્રીત ધુગ્ગી, કરમજીત અનમોલ ફિલ્મમાં મુખ્ય પાત્રો ભજવતા દેખાશે. આ ફિલ્મ 12 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.

થોડા મહિના પહેલા જ કપિલના તાજેતરના ફોટા સામે આવ્યા હતા. જેમાં તે પહેલાં કરતા ઘણો જાડો અને થાકેલો દેખાતો હતો. કપિલની આંખની નીચે નિશાન જોવા મળ્યા હતા. કપિલ શર્માનો આ હાલ જોઇ તેના ફેન્સ ઘણા દુ:ખી થયા હતા અને ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર કપિલ શર્માને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા વિનંતી પણ કરી હતી. હાલમાં કપિલ શર્મા પોતાની ફિટનેસનું ધ્યાન આપવા લાગ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news