દુલ્હન બની કેટરીના કૈફ, સોશિયલ મીડિયા પર તસવીરો વાઈરલ

શાહરૂખ ખાન સ્ટારર ઝીરો ફિલ્મની દર્શકો ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. ફિલ્મના સેટ પરથી થોડા દિવસ પહેલા કેટરીના કૈફનો લુક વાઈરલ થયો હતો.

દુલ્હન બની કેટરીના કૈફ, સોશિયલ મીડિયા પર તસવીરો વાઈરલ

નવી દિલ્હી: શાહરૂખ ખાન સ્ટારર ઝીરો ફિલ્મની દર્શકો ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. ફિલ્મના સેટ પરથી થોડા દિવસ પહેલા કેટરીના કૈફનો લુક વાઈરલ થયો હતો. હવે ફરીથી કેટરીનાનો બ્રાઈડલ લૂક વાઈરલ થયો છે. કેટરીના ખુબ જ સુંદર લાગી રહી છે. અત્રે જણાવવાનું કે ઝીરોમાં અભય દેઓલ કેટલીના કૈફના બોયફ્રેન્ડ તરીકે જોવા મળશે. અભય દેઓલ ફિલ્મમાં મહેમાન કલાકારની ભૂમિકામાં છે. ફિલ્મમાં શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ લીડ રોલમાં છે. જબ તક હૈ જાન બાદ બીજીવાર આ ત્રણેય કલાકાર સાથે જોવા મળશે. ખાસ વાત એ છે કે ફિલ્મમાં શાહરૂખ ખાન પહેલીવાર ઠિંગુજીની ભૂમિકામાં જોવા મળસે. શાહરૂખ ખાનનો પહેલો લુક રિલીઝ થઈ ગયો છે અને દર્શકોએ તેને પસંદ પણ કર્યો હતો.

ઝીરો આ વર્ષે 21 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. પહેલા આ ફિલ્મ સારા અલી ખાનની ડેબ્યુ ફિલ્મ સાથે ક્લેશ થવાની હતી પરંતુ હવે કેદારનાથની રિલીઝ ડેટ આગળ ગઈ છે. જો કે ફિલ્મની મુસિબતો તો હજુ ઓછી થઈ નથી. કારણ કે હવે સંજય બારુના પુસ્તક ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર પર બની રહેલી ફિલ્મ સાથે ક્લેશ થશે.

— Zero (@Zero_The_Movie) April 10, 2018

દર્શકોને શાહરૂખ ખાનની આ ફિલ્મનો ખુબ ઈન્તેજાર છે. કારણ કે શાહરૂખ ખાન પહેલીવાર આવી ઠિંગુજીની ભૂમિકા ભજવી રહ્યો છે. જો કે ફિલ્મની વાર્તા અંગે બહુ કાઈ બહાર આવ્યું નથી. ફિલ્મને આનંદ એલ રાય ડિરેક્ટ કરી રહ્યાં છે. ફિલ્મના સેટ પરની તસવીરો શાહરૂખ ખાન સોશિયલ મીડિયા પર વાઈરલ કરતા રહે છે. કેટરીના કૈફની આ તસવીરો લીક થતા જ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ ગઈ.

— Sushmita❤Katrina (@sushmita_26_) April 10, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news