અત્યાર સુધી ચૂપ રહેલી કેટરીનાએ આખરે કરી નાખી ખુલ્લા મને 'આ' મોટી વાત

કેટરીના છેલ્લે સલમાન ખાન સાથે ફિલ્મ ટાઈગર ઝિંદા હૈમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના એક્શન અને એક્ટિંગના ક્રિટિક્સ અને દર્શકોએ ખુબ વખાણ કર્યા હતાં.

અત્યાર સુધી ચૂપ રહેલી કેટરીનાએ આખરે કરી નાખી ખુલ્લા મને 'આ' મોટી વાત

નવી દિલ્હી: અભિનેત્રી કેટરીના કૈફનું કહેવું છે કે સારું ભોજન તેના મોં પર હાસ્ય લઈ આવે છે. કેટરીનાએ કહ્યું કે ભોજન મને લલચાવે છે, સારા ભોજનથી વધુ સારું કશું હોઈ શકે નહીં. ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ફ્લર્ટ વિથ યોર સિટીના અભિયાન હેઠલ કેટરીનાએ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગ્લુરુમાં ભોજનને લઈને પોતાના રહસ્યો શેર કર્યાં. જ્યારે મુંબઈ અને દિલ્હીની વાત આવે છે તો કેટરીનાને સ્ટ્રીટ ફૂડ ખુબ પસંદ છે.

કેટરીનાએ કહ્યું કે હું સ્ટ્રીટ ફૂડ માટે મરુ છું. મને લાગે છે કે દિલ્હીમાં તમારા માટે અનેક વિકલ્પ છે. ત્યાં બંગાળી માર્કેટની ચાટ, કબાબથી લઈને ચાંદની ચોકના પરોઠા છે. હું બધુ જ ખાવા માંગુ છું. ભલે ત્યાના લોકો ખાવાના શોખીન છે પરંતુ તેઓ પોતાની ફિટનેસ પ્રત્યે પણ સજાગ છે અને રોજ જિમમાં વ્યાયામ કરે છે. નોંધનીય છે કે કેટરીના બહુ જલદી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં આમિર ખાન સાથે જોવા મળશે. આ ઉપરાંત તે શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોમાં પણ કામ કરી રહી છે.

કેટરીના છેલ્લે સલમાન ખાન સાથે ફિલ્મ ટાઈગર ઝિંદા હૈમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના એક્શન અને એક્ટિંગના ક્રિટિક્સ અને દર્શકોએ ખુબ વખાણ કર્યા હતાં. સલમાન ખાનની આ ફિલ્મને  લોકોએ ખુબ પસંદ કરી હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. ફિલ્મ ગત વર્ષ ડિસેમ્બરમાં રિલીઝ થઈ હતી. જેનું દિગ્દર્શન અલી અબ્બાસ ઝફરે કર્યુ હતું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news