કાન્સમાં અંત:વસ્ત્રો વગર પારદર્શક કપડાંમાં આવી હિરોઇન, તસવીર જોઈને આંખો થશે પહોળી
કેન્ડલની ઉંમર માત્ર 22 વર્ષ છે. તે સોશિયાલિસ્ટ, મોડલ કિમ કાર્ડિશિયનની સાવકી બહેન છે
Trending Photos
મુંબઈ : ઇન્ટરનેટ પર પોતાની બોલ્ડ અદાને કારણે લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી લેનાર મોડલ અને રિયાલિટી સ્ટાર કેંડલ જેનર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના લુકને કારણે ચર્ચામાં રહી છે. હાલમાં કેન્ડલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર semi-sheer ડ્રેસ પહેરીને ઉતરી હતી. કેંડલે આ ડ્રેસ નીચે કોઈ અંત:વસ્ત્રો નહોતા પહેર્યા જેના કારણે કેંડલ અને તેનો ડ્રેસ બંને ચર્ચાનો મુદ્દો બન્યા હતા.
22 વર્ષની કેન્ડલ અનેકવાર હોટ લુકમાં જોવા મળે છે. કીપિંગ અપ વિધ કાર્ડિશિયન્સથી લોકપ્રિય થનારી કેન્ડલ જેનર વર્ષ 2017ની સૌથી વધુ કમાણી કરનારી મોડલ બની ગઇ હતી. કેન્ડલની ઉંમર માત્ર 22 વર્ષ છે. તે સોશિયાલિસ્ટ, મોડલ કિમ કાર્ડિશિયનની સાવકી બહેન છે.
કેન્ડલ જેનર હવે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતી મોડલ બની ગઇ છે. તે તમામ મોટી અને મોંઘી મોડલને પાછળ છોડી દેવામાં સફળ રહી છે. તેના ઇસ્ટાગ્રામ પર હવે ફોલોઅર્સની સંખ્યા 85 મિલિયન કરતા વધારે થઈ ગઇ છે. ટોપ 10 મોડલની યાદીમાં તે પ્રથમ સ્થાને પહોંચી ગઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે