Emergency Controversy: જાણો એવું તે શું છે કંગના ફિલ્મ ઈમરજન્સીમાં કે સતત વધી રહ્યો છે વિવાદ? સરકાર પણ રાખી રહી છે સાવધાની

Emergency Controversy: ઈમરજન્સી ફિલ્મનું નિર્દેશન પણ કંગના રનૌતે કર્યું છે. ફિલ્મમાં તેણે જ ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મની વાર્તા દેશમાં લાગુ કરાયેલી ઇમરજન્સી આસપાસ ફરે છે. જોકે ફિલ્મ ઉપર જે સંકટના વાદળો ઘેરાયા છે તેને લઈને કંગના રનૌતે નિર્ણય લઈ લીધો છે કે તે ફિલ્મને લઈને કોર્ટમાં લડત ચલાવશે. તે કોઈપણ જાતના સીન કાપ્યા વિના તથ્યોને બદલ્યા વિના ફિલ્મ રિલીઝ કરવા માંગે છે. 

Emergency Controversy: જાણો એવું તે શું છે કંગના ફિલ્મ ઈમરજન્સીમાં કે સતત વધી રહ્યો છે વિવાદ? સરકાર પણ રાખી રહી છે સાવધાની

Emergency Controversy:અભિનેત્રી અને ભાજપની સાંસદ કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી વિવાદોમાં ઘેરાયેલી છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી પરંતુ કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ એટલે કે સેન્સર બોર્ડ તરફથી મંજૂરી ન મળતા ફિલ્મની રિલીઝ રોકી દેવામાં આવી છે. કંગના રનૌતની આ ફિલ્મને લઈને સરકાર પણ સાવધાનીથી આગળ વધી રહી છે. આવું શા માટે છે ચાલો જણાવીએ. 

ઇમરજન્સી ફિલ્મ પર શિખ ધાર્મિક સંસ્થા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી દ્વારા આપત્તિઓ નોંધાવવામાં આવી છે. આ ધાર્મિક સંગઠન તરફથી આપત્તિ વ્યક્ત કર્યા પછી સરકાર પણ આ ફિલ્મને લઈને સાવધાન થઈ ગઈ છે. સરકારી સૂત્રોનું જણાવવું છે કે ધાર્મિક સંગઠન દ્વારા જે આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે તેને લઈને સરકાર ફિલ્મને ગંભીરતાથી લઈ રહી છે. ધર્મની બાબતમાં સાવધાની સાથે સરકાર કદમ ઉઠાવવા માંગે છે. આ ફિલ્મને લઈને વધારે સંવેદનશીલતાથી કામ કરવાની જરૂર છે. તેવું પણ સરકારી સૂત્રોનું જણાવવું છે. 

બીજી તરફ ફિલ્મમાં પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવનાર કંગના રનૌત સેન્સર બોર્ડ તરફથી મંજૂરી ન મળવાના કારણે નિરાશ છે. આ નિર્ણય પર તેણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સેન્સરશીપ ફક્ત એવા લોકોને નડે છે જેઓ ઐતિહાસિક તથ્યો પર ફિલ્મ બનાવે છે જે બાબત અન્યાય પૂર્ણ છે. 

ઈમરજન્સી ફિલ્મનું નિર્દેશન પણ કંગના રનૌતે કર્યું છે. ફિલ્મમાં તેણે જ ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મની વાર્તા દેશમાં લાગુ કરાયેલી ઇમરજન્સી આસપાસ ફરે છે. જોકે ફિલ્મ ઉપર જે સંકટના વાદળો ઘેરાયા છે તેને લઈને કંગના રનૌતે નિર્ણય લઈ લીધો છે કે તે ફિલ્મને લઈને કોર્ટમાં લડત ચલાવશે. તે કોઈપણ જાતના સીન કાપ્યા વિના તથ્યોને બદલ્યા વિના ફિલ્મ રિલીઝ કરવા માંગે છે. 

મહત્વનું છે કે ઇમર્જન્સી ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી ફિલ્મ વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા છે અને અરજીઓ દાખલ કરવામાં આવી રહી છે. આ સ્થિતિને જોતા ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી છે અને સેન્સર બોર્ડ એ પણ ફિલ્મમાંથી કેટલાક વિવાદિત સીન હટાવવાનો આદેશ કર્યો છે જેને લઈને કંગના ભડકી ગઈ છે. 

જોકે સેન્સર બોર્ડ જ નહીં પરંતુ સરકાર પણ આ ફિલ્મને લઈને સાવધાનીથી કદમ આગળ વધારી રહી છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે લોકોની ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચવી જોઈએ. ધર્મ સંબંધિત બાબતો પર સતર્ક રહેવું જરૂરી છે. અને ઇમરજન્સી ફિલ્મને લઈને તો ધાર્મિક સંગઠનો એ જ ચિંતા વ્યક્ત કરી છે કારણ કે આ ફિલ્મમાં ખૂબ જ સેન્સિટીવ કન્ટેન્ટ દેખાડવામાં આવ્યું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે કંગનાની આ ફિલ્મ ક્યારે અને કઈ રીતે રિલીઝ થઈ શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news