Shahrukh Khan Shirtless Photo: શર્ટલેસ થઈને શાહરૂખ ખાને દેખાડ્યા 8 પેક્સ એબ્સ, વાયરલ થઈ તસવીર

Pathaan Film: કિંગ ખાને પઠાન ફિલ્મ રિલીઝ પહેલા સોશિયલ મીડિયા પર પોતાનો શર્ટલેસ ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં શાહરૂખ 8 પેક્સ એબ્સ દેખાડી રહ્યો છે. 

Shahrukh Khan Shirtless Photo: શર્ટલેસ થઈને શાહરૂખ ખાને દેખાડ્યા 8 પેક્સ એબ્સ, વાયરલ થઈ તસવીર

મુંબઈઃ Shahrukh Khan Look: બોલીવુડના કિંગ થાન જ્યારે પણ કોઈ કામ કરે છે તો તેની ચર્ચા જરૂર થાય છે. આ દિવસોમાં એક્ટર પોતાની આગામી ફિલ્મ પઠાન (Pathaan) ને લઈને ચર્ચામાં છે. પરંતુ આ ચર્ચાઓ વચ્ચે શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર એવો ફોટો શેર કર્યો છે, જેણે ઈન્ટરનેટનો પારો વધારો દીધો છે. આ ફોટોમાં કિંગ ખાન શર્ટલેસ થઈને 8 પેક્સ એબ્સ દેખાડતો જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાનનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

શર્ટલેસ થયો શાહરૂખ
આ ફોટોમાં ફેન્સની નજર શાહરૂખ ખાનના (Shahrukh Khan) 8 પેક્સ એબ્સ પર અટકી ગઈ છે. આ ફોટોમાં કિંગ ખાને મોટા-મોટા વાળ અને ચહેરાને હાથથી થોડો કવર કર્યો છે. કિંગ ખાનનો આ શર્ટલેસ ફોટો જેણે જોયો તે કિંગ ખાનની પ્રશંસા કરી રહ્યા છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

પઠાણ ફિલ્મ માટે વધાર્યા હતા વાળ
શાહરૂખ ખાન (Shahrukh Khan) લાંબા સમય બાદ પઠાનથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો લુક અત્યાર સુધીની ફિલ્મોના લુક કરતા સૌથી અલગ છે. જેમાં કિંગ ખાને લાંબા-લાંબા વાળમાં જોવા મળશે. આ ફોટોમાં શાહરૂખ ખાનના માત્ર લાંબા વાળ નહીં પરંતુ તેની બોડી તે વાતનો પૂરાવો છે કે ખાને 8 પેક્સ એબ્સ માટે જિમમાં ખુબ મહેનત કરી છે. 

જાણો શું લખ્યું કેપ્શન
શાહરૂખ ખાને આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા જબરદસ્ત કેપ્શન લખ્યું. કિંગ ખાને લખ્યું- આજ મૈં અપની શર્ટ સેઃ તુમ હોતીં તો કૈસા હોતા. તુમ ઇસ બાત પર હૈરાન હોતીં, તુમ ઇસ બાત પર કિતના હંસતી.. તુમ હોતી તો એવા હોતા'.. મૈં પઠાન કા ઇંતજાર કરતે હુએ ભી. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન આગામી વર્ષે એટલે કે 25 જાન્યુઆરી, 2023ના રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સિવાય દીપિકા પાદુકોણ પણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news