17 વર્ષની ઉંમરે શોષણ ! મારું ટ્રાઉઝર નીચું કર્યું અને મારી મરજી વિરુદ્ધ મારી સાથે બધુ કર્યું

Open Book: Not Quite a Memoir: તે વ્યક્તિ મારા ઘરે આવતાં અને મારી માતાની સામે મને કિસ કરતો અને હું કંઈ બોલી શકતી ન હતી. તે અવારનવાર અમારા ઘરે આવતો અને મારી માતા સાથે રસોડામાં રસોઈ બનાવતો.
 

17 વર્ષની ઉંમરે શોષણ ! મારું ટ્રાઉઝર નીચું કર્યું અને મારી મરજી વિરુદ્ધ મારી સાથે બધુ કર્યું

Kubbra Sait Sexual Abuse: આ હિરોઈનની વાત સાંભળીને તમને પણ નવાઈ લાગશે. હિરોઈને તમામ બાબતો એક પુસ્તકમાં લખી છે. જેની અમે વાત કરી રહ્યાં છીએ એ હિરોઈન હવે કોઈ ઓળખની મોહતાજ નથી. વેબસીરીઝ સેક્રેડ ગેમ્સથી (Sacred Games) ઓળખ બનાવનાર અભિનેત્રી કુબ્રા સૈત (Kubbra Sait) નું જીવન પણ ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થયું છે. કુબ્રાએ ગયા વર્ષે તેનું પુસ્તક લોન્ચ કર્યું હતું જેમાં તેણે તેના જીવનના સૌથી ડરામણા સમયની વાત કરી હતી. આમાં કુબ્રાએ ઉલ્લેખ કર્યો છે કે જ્યારે તે 17 વર્ષની હતી ત્યારે તેના અંગત વ્યક્તિએ તેનું યૌન શોષણ કર્યું હતું. 

હોટેલમાં લઈ જતો હતો
એક ચોંકાવનારો કિસ્સો સંભળાવતા, કુબ્રાએ કહ્યું હતું સતત તેની સાથે દુર્વ્યવહાર થતો હતો.  એકવાર તે વ્યક્તિએ મારી માતાને રોકડ રકમ આપી અને મેં રાહતનો શ્વાસ લીધો પણ પછી તે વ્યક્તિએ મારા સ્કર્ટમાં હાથ નાખ્યો અને મારી જાંઘો પર હાથ ઘસવા લાગ્યો હતો. પછી તે વ્યક્તિ મારા ઘરે આવતાં અને મારી માતાની સામે મને કિસ કરતો અને હું કંઈ બોલી શકતી ન હતી. તે અવારનવાર અમારા ઘરે આવતો અને મારી માતા સાથે રસોડામાં રસોઈ બનાવતો. એકવાર મારે તેની સાથે એક હોટલમાં જવું પડ્યું જ્યાં તેણે મને ઘણી વખત કિસો કરી હતી અને હું ના પાડી શકી ન હતી.

માતાએ માફી માંગી
તે સતત મારા ઘરે આવીને મારી મરજી વિરુદ્ધ ટચ કરતો હતો. તેણે મારું ટ્રાઉઝર નીચું કર્યું અને મારી મરજી વિરુદ્ધ મારી સાથે બધું કર્યું. પછી હું વિચારતી હતી કે હું મારી વર્જિનિટી ગુમાવી રહી છું. જે એક મોટી વાત હતી પરંતુ હું આ શરમજનક વાત કોઈની સાથે શેર કરી શકતી ન હતી. તે વ્યક્તિ એક બાળકનો પિતા હતો અને બીજી વખત પિતા બનવાનો હતો. કુબ્રાએ કહ્યું કે જો તેણે આ વાત તેની માતાને કહી હોત તો ઘર ચલાવવામાં મુશ્કેલી આવી હોત, પરંતુ વર્ષો પછી જ્યારે તેની માતાને આ વાતની જાણ થઈ તો તેણે કુબ્રાની માફી માંગી હતી. કુબ્રાના જણાવ્યા મુજબ, તેણીના એક પારિવારિક મિત્ર દ્વારા લગભગ અઢી વર્ષ સુધી જાતીય શોષણ કરવામાં આવ્યું હતું અને તે કોઈને કહી શકતી ન હતી કારણ કે તે વ્યક્તિ તેની એકલી માતાને આર્થિક મદદ કરતી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news