પોતાનું છેલ્લું વચન પુરું ન કરી શક્યા લતા મંગેશકર, ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કહ્યું- 'હવે તે સપનું જ રહેશે'
ફિલ્મ નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રીએ ખુલાસો કર્યો છે કે લતા મંગેશકર ગત વર્ષે માર્ચમાં આગામી ફિલ્મ 'કાશ્મીર ફાઇલ્સ' માટે ગીત રેકોર્ડ કરવા માટે સંમત થયા હતા. વિવેકે જણાવ્યું કે, 'કાશ્મીર ફાઈલ્સમાં કોઈ ગીત નથી. આ એક દુઃખદ ફિલ્મ છે, પરંતુ તે કાશ્મીરના પીડિતોને શ્રદ્ધાંજલિ પણ છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતની સૌથી લોકપ્રિય ગાયિકા લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરી રવિવારના રોજ સવારે અવસાન થયું. 92 વર્ષીય લતાના નિધનથી સમગ્ર દેશ આઘાતમાં છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ આ દિગ્ગજ ગાયિકના નિધનથી દરેક લોકો શોકમાં છે. લતા મંગેશકર લાંબા સમયથી ફિલ્મોમાં ગીતો ગાતા ન હતા. જો કે તે ગયા વર્ષે એક ફિલ્મમાં પોતાનો અવાજ આપવા માટે સંમત થયા હતા, પરંતુ હવે તે ક્યારેય બનશે નહીં.
ફિલ્મ નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રીએ ખુલાસો કર્યો છે કે લતા મંગેશકર ગત વર્ષે માર્ચમાં આગામી ફિલ્મ 'કાશ્મીર ફાઇલ્સ' માટે ગીત રેકોર્ડ કરવા માટે સંમત થયા હતા. વિવેકે જણાવ્યું કે, 'કાશ્મીર ફાઈલ્સમાં કોઈ ગીત નથી. આ એક દુઃખદ ફિલ્મ છે, પરંતુ તે કાશ્મીરના પીડિતોને શ્રદ્ધાંજલિ પણ છે. વાસ્તવમાં મેં ફિલ્મ માટે એક કાશ્મીરી ગાયકનું લોકગીત રેકોર્ડ કર્યું હતું અને હું ઈચ્છતો હતો કે લતા દીદી તેને ગાય. તેમણે ફિલ્મો માટે ગાવાનું બંધ કરી દીધું હતું પરંતુ મેં તેમને ગીત રેકોર્ડ કરવા વિનંતી કરી.
વિવેકે આગળ જણાવ્યું કે, 'લતા દીદી પલ્લવી જોશી (વિવેકની પત્ની)ની ખૂબ જ નજીક હતી, એટલે તેઓ અમારી ફિલ્મ માટે ગાવા માટે સંમત થયા હતા. કાશ્મીર તેમના હૃદયની ખૂબ નજીક હતું અને તેમણે કહ્યું કે તે કોવિડના અંત પછી આ ગીત રેકોર્ડ કરશે. અમે ગીત રેકોર્ડ થવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ હવે એવું ક્યારેય નહીં થાય. આ ગીત મારા માટે સપનું બનીને રહી ગયું.
લતા સાથેની પોતાની જૂની યાદોને યાદ કરતાં વિવેકે કહ્યું, 'મને યાદ છે કે જ્યારે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવો હતો ત્યારે મેં એક શો કર્યો હતો, જ્યાં લતા દીદી આવી હતી. આજકાલ અભિનેતાઓ અને ગાયકો સેલિબ્રિટીની જેમ વર્તે છે પરંતુ સૌથી મોટી સ્ટાર હોવા છતાં લતા દીદી ખૂબ જ સાદી હતી. જ્યારે તમે તેમને મળો છો ત્યારે તેઓ તમારી માતા જેવી લાગે છે, તેમનામાં ઘણી મમતા હતી. તેમણે મને કહ્યું - તમારી પાસે ઘણી પ્રતિભા છે, જો તમને જરૂર પડે તો નિઃસંકોચ મને જણાવો
લતા મંગેશકર વિશે વધુ વાત કરતાં વિવેકે કહ્યું, 'એક વાત બીજી જે લોકો તેમના વિશે નથી જાણતા તે એ છે કે તેમને રિયાલિટી શો અને ફિલ્મો ઘણી પસંદ હતી. જો કે તેમણે થિયેટરમાં જવાનું બંધ કર્યું હતું,પરંતુ જો તેમને કોઈનું પ્રદર્શન ગમ્યું હોય તો તેમને લાડુ, મીઠાઈઓ અને ફૂલો મોકલતા. લતાજીના વ્યક્તિત્વના આ ભાગને લોકો નથી જાણતા. તે પોતાના દેશને ખૂબ પ્રેમ કરતી હતી અને દેશને સન્માન અપાવનાર લોકોને ફોન કરીને અભિનંદન આપતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે