સ્તનપાન કરાવતી આ અભિનેત્રીની 'ગાય' સાથે કરી નાખી સરખામણી
ફિલ્મ ક્વીનમાં કંગના રનોટ સાથે વિજયલક્ષ્મીની ભૂમિકા ભજવીને સુપરહીટ થયેલી મોડલ-અભિનેત્રી લિસા હેડનને ગત વર્ષ પોતાના પુત્ર જેકને સ્તનપાન કરાવતી એક તસવીર શેર કરવા બદલ સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરવામાં આવી હતી.
Trending Photos
નવી દિલ્હી: ફિલ્મ ક્વીનમાં કંગના રનોટ સાથે વિજયલક્ષ્મીની ભૂમિકા ભજવીને સુપરહીટ થયેલી મોડલ-અભિનેત્રી લિસા હેડનને ગત વર્ષ પોતાના પુત્ર જેકને સ્તનપાન કરાવતી એક તસવીર શેર કરવા બદલ સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરવામાં આવી હતી. લિસા હેડને પોતાની પ્રેગ્નન્સીથી માડીને પોતાના બાળકને સ્તનપાન કરાવવા સુધીની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ બદલ લિસાએ અનેક અશ્લીલ કોમેન્ટ્સનો પણ મારો સહન કરવો પડ્યો. ન્યૂઝ એજન્સી આઈએએનએસના જણાવ્યાં મુજબ લિસાએ કહ્યું કે તેણે અનેક અસહજ સવાલો અને ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો છે. પરંતુ તે પોતાની વાત પર અડગ છે અને બાળકોને સ્તનપાન કરાવવું એક માતા માટે સારું છે. તેમાં ખોટુ શું છે!
વિશ્વભરમાં નવી માતા બનેલી યુવતીઓ સાર્વજનિક સ્થાનો પર પોતાના બાળકને સ્તનપાન કરાવે તે માટે તેણે શરમિંદગી અનુભવવી પડે છે. આવી અનેક ઘટનાઓ પણ સામે આવી છે. લિસા (32)એ આઈએએનએસને કહ્યું કે "હું ચોક્કસપણે અનેકવાર અસહજ મહેસૂસ કરુ છું. જ્યારે મને પૂછવામાં આવે કે શું તમે પણ તમારા બાળકને સ્તનપાન કરાવો છો, જ્યારે મારું બાળક તો હજુ માત્ર ચાર મહિનાનું હતું. કેટલાક લોકોએ તો મને એટલે સુદ્ધા કહ્યું કે તું ગાય નથી, તારે તારા બાળકને દૂધ પીવડાવવું જોઈએ નહીં... એવી તો અનેક વાતો મને કહેવામાં આવી જે મને ખુબ અસહજ કરી નાખે છે. પરંતુ હું આ વાતોથી શરમિંદા નથી."
આયેશા, એ દિલ હૈ મુશ્કિલ જેવી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રીએ કહ્યું કે તેના માટે આ કોઈ જવાબદારી નહીં, કર્તવ્ય નહીં પરંતુ સ્વાભાવિક વસ્તુ છે. લિસાએ કહ્યું કે મને ખબર છે કે અનેક માતાઓ પોતાના બાળકને સ્તનપાન કરાવતી નથી. પરંતુ હું આમ કરું છું. મને લાગે છે કે હું ભાગ્યશાળી છું કે મારા બાળકને સ્તનપાન કરાવવા માટે સક્ષમ છું. હું નિશ્ચિત પણે દરેક માતાને આમ કરવા માટે પ્રોત્સાહિત કરવા માંગીશ અને આ એક એવી વસ્તુ છે કે જેના માટે હું હંમેશા આ જ વિચારસરણી રાખીશ.
(ઈનપુટ-આઈએએનએસમાંથી પણ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે