એશ્વર્યા રાયને ભેટીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી કાજોલ, અંતિમ સંસ્કારમાં સેલેબ્રિટીઝનો જમાવડો
પોતાનાં પિતાનું સપનું પુરૂ કરવા માટે જ અજય દેવગણે બોલિવુડમાં અભિનેતા તરીકે પદાર્પણ કર્યું હતું
Trending Photos
નવી દિલ્હી : ઇન્ડસ્ટ્રીનાં લેજેન્ડરી એક્શન ડાયરેક્ટર વીરુ દેવગણે સોમવારે સવારે મુંબઇનાં સાંતાક્રુઝ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, તેઓ 77 વર્ષનાં હતા. વીરુ દેવગણનાં નિધનનાં સમાચાર સાંભળતા જ અજય દેવગણની સાથે આ આકરા સમયમાં તેમનાં બોલિવુડનાં દોસ્ત અને અનેક સેલેબ્રિટી જોવા મળ્યા. બીજી તરફ એશ્વર્યા રાય બચ્ચન જેવા જ પોતાનાં પતિ અભિષેક બચ્ચન સાથે અજયનાં ઘરે પહોંચ્યા તો કાજોલ પોતાની જાતને અટકાવી શકી નહોતી અને એશ્વર્યાને ગળે મળીને રડી પડ્યા હતા.
પિતા જે સપનું પુર્ણ ન કરી શક્યા તો પુત્ર માટે તેના ઘણા મોટા સપનાઓ વણે છે. એવું જ એખ સપનું વીરુ દેવગણે પોતાનાં પુત્ર અજય દેવગણ માટે જોયું અને તેને પુરૂ કરવા માટે જીવથી કામ કરી દીધી. પુત્રને હિરો બનાવવા માટેનું સપનું હતુ અને અજય દેવગણનાં પોતાનાં પિતાએ આ સપનાને સુપર સ્ટાર બનીને પુર્ણ કર્યું. આજે વિરુ દેવગણ હંમેશા માટે આ દુનિયાને અલવીદા કહી ચુક્યા છે. તેમની પત્ની અને અભિનેત્રી કાજોલ પણ ઘર ખુણે દુખી ઉભેલા જોવા મળ્યા હતા.
જ્યારે અજય દેવગણ પણ દુખી સ્થિતીમાં પોતાના ઘરની બહાર ઉભા હતા. ઇન્ડસ્ટ્રીનાં અનેક ગણનાપાત્રા એક્શન ડાયરેક્ટર વિરૂ દેવગણ પોતાની અંતિમ યાત્રા પર નિકળી ચુક્યા છે. અજય દેવગણ સાથે આ આકરા સમયમાં તેમનાં બોલિવુડના મિત્રો અને અનેક સેલેબ્રિટી હાજર રહ્યા હતા.
વીરૂ દેવગણનાં નિધનના સમાચાર સાંભળતા જ અજય દેવગણ અને કાજોલનાં ઘરે બોલિવુડનાં અનેક સેલેબ્રિટીઓ આવવાનાં ચાલુ થઇ ચુક્યા છે. આજે સાંજે 6 વાગ્યે મુંબઇનાં વિલેપાર્લેમાં વિરૂ દેવગણની અંતિમ વિદાય અપાશે. અભિષેક બચ્ચન પોતાની પત્ની એશ્વર્યા રાય બચ્ચન સાથે પહોંચ્યા તો મહેશ ભટ્ટ એકલા પહોંચ્યા હતા.
Deeply saddened to know about the passing away of #VeeruDevgan ji. Worked with him in so many movies. He was a great action director. To him him the safety of actors and his fighters team was of utmost importance. A kind man with a great sense of humour. Om Shanti.🙏 @ajaydevgn
— Anupam Kher (@AnupamPKher) May 27, 2019
શાહરૂખ ખાન, સંજય દત, સની દેઓલ અને બોબી દેઓલ ઉપરાંત ડાયરેક્ટર મહેશ ભટ્ટ પણ હાજર રહ્યા હતા. વિરૂ દેવગણ 1994માં દિલવાલે, હિમ્મતવાલા 1983, 1988 શહેનશાહ જેવી અનેક બેહતરીન ફિલ્મો માટે એક્શન સીન ડાયરેક્ટ કરી ચુક્યા છે. દેવગણ 14 વર્ષની ઉંમરમાં 1957માં બોલિવુડનું સપનું જોઇને અમૃતસરથી ભાગીને મુંબઇ આવી ગયા હતા. કારપેંટરથી માંડીને એક્શન ડાયરેક્ટર સુધીની સફર તેમણે કાપી હતી. વીરુ દેવગણે પોતાનાં કેરિયરમાં આશરે 3 ડઝન કરતા પણ વધારે ફિલ્મોમાંસ્ટંટ અને એક્શન કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું. ત્યાર બાદ તેમણે ડાયરેક્શન અને ફિલ્મ પ્રોડ્યુસર ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે