સલમાન ખાનની 'રેસ 3'ની સાથે રિલીઝ થશે 'લવરાત્રિ'નું ટીઝર

ગુજરાતની પૃષ્ઠભૂમિ પર આધારિત આ પ્રેમ કહાનીની શરૂઆત નવરાત્રિના શુભ અવરસથી થાઈ છે. 

સલમાન ખાનની 'રેસ 3'ની સાથે રિલીઝ થશે 'લવરાત્રિ'નું ટીઝર

નવી દિલ્હીઃ અભિનેતા સલમાન ખાન અને જૈકલિન ફર્નાડિસ સ્ટારિંગ એક્શન થ્રિલર ફિલ્મ રેસ 3 આ સપ્તાહે ઈદના અવરસે રિલીઝ થવાની છે. રેસ 3ની રિલીઝ દરમિયાન અભિનેતા આયુષ શર્મા સ્ટારિંગ ફિલ્મ લવરાત્રિનું ટીઝર રિલીઝ કરવામાં આવશે. સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી લવરાઊિની સાથે આયુષ શર્મા અને વારિના હુસૈન બોલીવુડમાં પોતાની નવી ઈનિંગની શરૂઆત કરવા જઈ રહ્યાં છે. 
ગુજરાતની પૃષ્ઠભૂમિ પર આધારિત આ પ્રેમ કહાનીની શરૂઆત નવરાત્રિના શુભ અવરસથી થાઈ છે. 

ઈદના અવસરે રિલીઝ થઈ રહેલી રેસ 3ના નિર્માતાઓનો દાવો છે કે આ ફિલ્મ દર્શકો માટે એક્શન, સસ્પેન્સ, રોમાંસ અને બ્લોકબસ્ટર ગિતની સાથે એક કંપલીટ પેકેજ સાબિત થઈ શકે છે. ફિલ્મમાં સલમાન ખાન, જૈકલિન ફર્નાડિસ, અનિલ કપૂર, ડેજી શાહ, બોબી દેઓલ અને સાકિબ સલીમ જેવા કલાકાર છે. 

— Salman Khan (@BeingSalmanKhan) February 14, 2018

સલમાન ખાન ફિલ્મ્સ અને રમેશ તૌરાની દ્વારા નિર્મિત આ ફિલ્મને ટિપ્સ ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. રેમો ડિસૂજાએ રેસ 3નું દિગ્દર્શન કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news