સુપરસ્ટાર મહેશ બાબૂએ કેન્સર સામે ઝઝૂમી રહેલી પોતાની ફેન્સ સાથે કરી મુલાકાત!

સુપરસ્ટાર મહેશ બાબૂ હંમેશા પોતાના પ્રશંસકોની મદદ કરવા માટે દરેક સંભવ પ્રયત્ન કરે છે. એટલું જ નહી સુપરસ્ટાર પોતાના પ્રશંસકોને મળવા અથવા તેમની સાથે વાતચીત કરવાનો મોકો જવા દેતા નથી. અભિનેતાએ ફરીથી શ્રીકાકુલમના રહેવાસી પરવીન નામની એક યુવા છોકરીની ઇચ્છા પુરી કરી છે, જે કેન્સરથી પીડિત છે. મહેશ બાબૂએ તેમની સાથે થોડો ક્વોલિટી ટાઇમ વિતાવ્યો અને તે પોતાના મનપસંદ સ્ટારને મળીને એકદમ ખુશ જોવા મળી રહી હતી. અભિનેતાએ 'મહર્ષિ'ના સેટ પર તેમની સાથે મુલાકાત કરી અને જલદી સ્વસ્થ થઇ જાય તે માટે પ્રાર્થના કરી છે. 
સુપરસ્ટાર મહેશ બાબૂએ કેન્સર સામે ઝઝૂમી રહેલી પોતાની ફેન્સ સાથે કરી મુલાકાત!

મુંબઇ: સુપરસ્ટાર મહેશ બાબૂ હંમેશા પોતાના પ્રશંસકોની મદદ કરવા માટે દરેક સંભવ પ્રયત્ન કરે છે. એટલું જ નહી સુપરસ્ટાર પોતાના પ્રશંસકોને મળવા અથવા તેમની સાથે વાતચીત કરવાનો મોકો જવા દેતા નથી. અભિનેતાએ ફરીથી શ્રીકાકુલમના રહેવાસી પરવીન નામની એક યુવા છોકરીની ઇચ્છા પુરી કરી છે, જે કેન્સરથી પીડિત છે. મહેશ બાબૂએ તેમની સાથે થોડો ક્વોલિટી ટાઇમ વિતાવ્યો અને તે પોતાના મનપસંદ સ્ટારને મળીને એકદમ ખુશ જોવા મળી રહી હતી. અભિનેતાએ 'મહર્ષિ'ના સેટ પર તેમની સાથે મુલાકાત કરી અને જલદી સ્વસ્થ થઇ જાય તે માટે પ્રાર્થના કરી છે. 

આ પહેલાં ગત વર્ષે, સુપરસ્ટારે રામોજી ફિલ્મ સિટીમાં મહર્ષિના સેટ પર પોતાની 106 વર્ષીય પ્રશંસક સાથે મુલાકાત કરી હતી. 106 વર્ષીયની આ મહિલા આંધ્ર પ્રદેશના એક શહેર રાજમુંદરીની નિવાસી છે, જે ફિલ્મ ભારત એનન નેનુમાં તેમના મુખ્યમંત્રીની ભૂમિકા જોઇ મંત્રમુગ્ધ થઇ ગઇ હતી. 

પરિવાર અને મિત્રો સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવા માટે મહેશ બાબૂ હંમેશા વ્યસ્ત શિડ્યૂલમાંથી સમય કાઢવાનું ક્યારેય ભૂલતા નથી. અભિનેતા લાંબા સમયથી અમેરિકામાં હતા, જ્યાં તેમણે પોતાના શૂટ શિડ્યૂલ વચ્ચે પોતાના પરિવાર સાથે કેટલાક કિંમત સમય વિતાવ્યો. 

મહેશ બાબૂના ફેનબેસની કોઇ સીમા નથી. રાષ્ટ્રીય સ્તર અને આંતરરાષ્ટ્રીય સ્તર પર અભિનેતાને પ્રેમ કરનારાઓની સંખ્યા અગણિત છે. પરિણામસ્વરૂપ અભિનેતાની આગામી ફિલ્મ અત્યારથી ખૂબ ચર્ચા પ્રાપ્ત કરી રહી છે. અભિનેતાએ ભારતમાં પણ પોતાના માતે એક જગ્યા બનાવી લીધી છે. અભિનેતાની ફિલ્મે ના ફક્ત મુંબઇ, બેગ્લોર, ચેન્નઇ જેવા મહાનગરીય શહેરોમાં દેખાઇ છે, પરંતુ પંજાબમાં પણ અભિનેતાની બોલબાલા છે. 

પોતાની અંતિમ ફિલ્મ ભારત અનન નેનુ માટે, મહેશ બાબૂને ના ફક્ત ટીકાકારો અને દર્શકો સાથે અપાર પ્રશંસા પ્રાપ્ત થઇ હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી કમાણી કરવામાં સફળ રહે હતી. મહેશ બાબૂ પોતની આગામી ફિલ્મ મહર્ષિમાં ખૂબ દૂબળા અને મજબૂત પાત્રમાં જોવા મળશે જે એપ્રિલ 2019માં મોટા પડદા પર દસ્તક આપવા માટે તૈયાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news