આ એક્ટ્રેસે મહેશ ભટ્ટ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- સૌથી મોટો ડોન, ફિલ્મમેકર...

ફિલ્મમેકર મહેશ ભટ્ટ છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણા ચર્ચામાં છે. નવા નવા વિવાદમાં ઘેરાયેલા મહેશ ભટ્ટ (Mahesh Bhatt) પર હવે એક નવી મુશ્કેલી આવી છે. અભિનેત્રી લુવીના લોધ (Luviena Lodh)એ હાલમાં જ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ પર તેને અને તેના પરિવારને હેરાન કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ડોન છે. હવે મહેશ ભટ્ટના વકીલે આ મામલે એક નિવેદન જાહેર કર્યું છે. ખાસ ફિલ્મ્સના વકીલે ભટ્ટ તરફથી નિવેદનમાં કહ્યું- લવીના લોધ દ્વારા જાહેર કરાયેલ વીડિયો અંગે હું મારા ક્લાયન્ટ વતી આક્ષેપોને નકારું છું. આ આક્ષેપો માત્ર ખોટા અને છબીને બગાડે છે, પરંતુ તે કાયદાકીય રીતે ગંભીર પરિણામો પણ આપશે. મારા ક્લાયન્ટ કાયદા અનુસાર કાર્યવાહી કરશે.

Updated By: Oct 24, 2020, 11:48 AM IST
આ એક્ટ્રેસે મહેશ ભટ્ટ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- સૌથી મોટો ડોન, ફિલ્મમેકર...

નવી દિલ્હી: ફિલ્મમેકર મહેશ ભટ્ટ છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણા ચર્ચામાં છે. નવા નવા વિવાદમાં ઘેરાયેલા મહેશ ભટ્ટ (Mahesh Bhatt) પર હવે એક નવી મુશ્કેલી આવી છે. અભિનેત્રી લુવીના લોધ (Luviena Lodh)એ હાલમાં જ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ પર તેને અને તેના પરિવારને હેરાન કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ડોન છે. હવે મહેશ ભટ્ટના વકીલે આ મામલે એક નિવેદન જાહેર કર્યું છે. ખાસ ફિલ્મ્સના વકીલે ભટ્ટ તરફથી નિવેદનમાં કહ્યું- લવીના લોધ દ્વારા જાહેર કરાયેલ વીડિયો અંગે હું મારા ક્લાયન્ટ વતી આક્ષેપોને નકારું છું. આ આક્ષેપો માત્ર ખોટા અને છબીને બગાડે છે, પરંતુ તે કાયદાકીય રીતે ગંભીર પરિણામો પણ આપશે. મારા ક્લાયન્ટ કાયદા અનુસાર કાર્યવાહી કરશે.

આ પણ વાંચો:- Ashram-2 નું ટ્રેલર રિલીઝ થતા વિવાદમાં ઘેરાયા પ્રકાશ ઝા, ઉઠી જેલભેગા કરવાની માંગ

આ નિવેદન સ્પેશિયલ ફિલ્મ્સના વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરાયું હતું અને તેના પર કંપનીના કાયદાકીય સલાહકાર નાઈક એન્ડ કંપનીના હસ્તાક્ષર છે. આ પહેલા શુક્રવારે લુવીના લોધ ઇન્સ્ટાગ્રામ પર 1 મિનિટ, 48 સેકન્ડનો વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે દાવો કર્યો હતો કે મહેશ ભટ્ટ તેમને સતાવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમણે ભટ્ટના ભત્રીજા સુમિત સબરવાલ સાથે લગ્ન કર્યા હતા.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishesh Films (@visheshfilms) on

આ પણ વાંચો:- ક્યારેક ભિખારી તો ક્યારેક પાઘડીધારી બન્યા મનોજ બાજપેયી, જુઓ વીડિયો

લુવીનાએ વીડિયોમાં કહ્યું- નમસ્તે, મારું નામ લુવીના લોધ છે અને હું મારા પરિવાર અને મારી સુરક્ષા માટે આ વીડિયો બનાવી પોસ્ટ કરી રહી છે. મારા લગ્ન મહેશ ભટ્ટના ભત્રીજા સુમન સભરવાલ સાથે થયા અને મેં તલાક માટે અરજી કરી છે. કેમ કે, તે અભિનેત્રી અમાયરા દસ્તૂર અને સપના પબ્બી જેવી અભિનેત્રીઓને ડ્રગ્સ સ્પલાય કરે છે. તેમના ફોનમાં ઘણી ઠોકરીઓની તસવીર છે જે તેઓ નિર્દેશકોને દેખાડે છે અને સપ્લાય કરે છે. મહેશ ભટ્ટ આ બધું જ જાણે છે. તે ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ડોન છે. તેમણે ઘણા લોકોનું જીવન બરબાદ કર્યું છે. હું પોલીસ સ્ટેશન પર ફરિયાદ પણ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ભટ્ટના પ્રભાવશાળી હોવાના કારણે કોઈપણ ફરિયાદ નોંધવા માટે તૈયાર નથી.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

I m being harrased by Mahesh Bhatt & family. Pls support.

A post shared by Actor | Luviena Lodh (@luvienalodh) on

આ પણ વાંચો:- 'પટૌડી પેલેસ' 800 કરોડમાં ખરીદવા મામલે સૈફ અલી ખાને તોડ્યું મૌન, જાણો શું કહ્યું...

લુવીના 2010માં આવેલી ફિલ્મ 'કજરારે'માં જોવા મળી હતી. આ મહેશ ભટ્ટે લખી હતી અને તેની દીકરી પૂજા ભટ્ટે નિર્દેશિત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube