Ashram-2 નું ટ્રેલર રિલીઝ થતા વિવાદમાં ઘેરાયા પ્રકાશ ઝા, ઉઠી જેલભેગા કરવાની માંગ

Ashram-2 નું ટ્રેલર રિલીઝ થતા વિવાદમાં ઘેરાયા પ્રકાશ ઝા, ઉઠી જેલભેગા કરવાની માંગ
  • સતત લોકોની ટ્વીટ સામે આવી રહી છે, જેમા માંગ કરવામાં આવી રહી છે કે, પ્રકાશ ઝાની આશ્રમ વેબસીરિઝ પર પ્રતિબંધ મૂકવામાં આવે.
  • બીજી સીઝન પવધુ ધમાકેદાર લાગી રહી છે. 11 નવેમ્બર, 2020 થી બીજી સીઝન એમએક્સ પ્લેયર પર ફ્રીમાં સ્ટ્રીમ થશે

ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ ડાયરેક્ટર પ્રકાશ ઝાની એમએક્સ પ્લેયર( MX Player) પર આવેલી વેબ સીરિઝ આશ્રમે ધમાલ મચાવી છે. અત્યાર સુધી આશ્રમની પહેલી સીઝનનો નશો લોકોના દિમાગમાંથી ઉતર્યો નથી, કે બીજી સીઝન આવી ગઈ છે. આશ્રમ-2 (ashram 2) નું ટ્રેલર શુક્રવારે લોન્ચ કરવામાં આવ્યું. પરંતુ ટીઝર રિલીઝ થતા જ ડાયરેક્ટર પ્રકાશ ઝા એકવાર ફરીથી વિવાદોમાં ઘેરાઈ ગયા છે. સોશિયલ મીડિયા પર #Arrest_Prakash_Jha ટ્રેન્ડ કરી રહ્યું છે. 

આ પણ વાંચો : અમદાવાદના રસ્તા પર AMTS બની મોતની સવારી, અમરાઈવાડી પાસે વૃદ્ધ મહિલાને કચડી 

#Arrest_Prakash_Jha ટ્રેન્ડિંગમાં આવ્યું
સતત લોકોની ટ્વીટ સામે આવી રહી છે, જેમા માંગ કરવામાં આવી રહી છે કે, પ્રકાશ ઝાની આશ્રમ વેબસીરિઝ પર પ્રતિબંધ મૂકવામાં આવે. ટ્વીટ કરનારા લોકોનું કહેવું છે કે, આ વેબ સીરિઝથી હિન્દુ ધર્મની બદનામી થઈ રહી છે. સાથે જ અનેક લોકોનું માનવુ છે કે, આ પ્રકારના કન્ટેન્ટથી હિન્દુ ધર્મ વિશે ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેના પર પ્રતિબંધ મૂકાવવો જોઈએ. 

બોબી દેઓલનો ધમાકેદાર અંદાજ
તમને જણાવી દઈએ કે, સીરિઝની પહેલી સીઝન બાદ બોબી દેઓના કામના વખાણ થવા લાગ્યા છે. બહુ જ જલ્દી આશ્રમની બીજી સીઝન પણ રિલીઝ થઈ જશે. હાલ તો તેનુ ટીઝર સામે આવ્યું છે. તેમાં બોબી દેઓલનો કાશીપુરવાલા બાબા નિરાલાનું રૂપ એકદમ ધમાકેદાર લાગી રહ્યું છે. માનવામાં આવે છે કે, બીજી સીઝન પહેલાની સીઝન કરતા પણ વધુ ધમાકેદાર લાગી રહી છે. 11 નવેમ્બર, 2020 થી બીજી સીઝન એમએક્સ પ્લેયર પર ફ્રીમાં સ્ટ્રીમ થશે. 

આ પણ વાંચો : એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું આજે PM મોદી કરશે લોકાર્પણ, 7 મિનીટમાં પર્વત પર પહોંચાડશે

સીઝનમાં બતાવાયો બાબાઓના આશ્રમનો ગોરખધંધો 
આશ્રમના પહેલા પાર્ટમાં આસ્થાના નામ પર માસુમ લોકોની ભાવના સાથે ચેડા કરવાનો ખેલ બતાવવામાં આવ્યો હતો. તો આ સાથે જ આ વેબસીરિઝમાં આસ્થા, રાજનીતિ અને ગુના ત્રણેયનું ગઠબંધન બતાવાવમાં આવ્યું છે. આવનારી બીજી સીઝમાં સ્ટોરી આ જ દિશામાં આગળ વધી રહી છે. આ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે, અનેક એવા બાબા અન ધર્મગુરુ છે, જેઓ લોકોની ભાવનાનો ખોટો ઉપયોગ કરે છે. લોકોમાં આગામી સીઝનને લઈને ઘણી ઉત્સુકતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news