બાબુભાઈ, શ્યામ અને રાજુની ત્રિપુટી ફરી મચાવશે ધમાલ, હેરાફેરીના ચાહકો માટે મોટા સમાચાર

હેરાફેરીને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે

બાબુભાઈ, શ્યામ અને રાજુની ત્રિપુટી ફરી મચાવશે ધમાલ, હેરાફેરીના ચાહકો માટે મોટા સમાચાર

મુંબઈ : પરેશ રાવલ, સુનીલ શેટ્ટી અને અક્ષયકુમારને ચમકાવતી ફિલ્મ 2000ના વર્ષમાં રિલીઝ થયેલી 'હેરાફેરી'ને ભારે સફળતા મળી હતી. આ ત્રિપુટીની કોમેડીને દર્શકોએ બહુ પસંદ કરી હતી. હવે લાંબા સમય પછી ફિલ્મનો ત્રીજો પાર્ટ આ વર્ષના અંત સુધીમાં ફ્લોર પર આવી જશે. રિપોર્ટ પ્રમાણે પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલા હેરાફેરી ફ્રેન્ચાઈઝી પર ફરી કામ કરવા જઈ રહ્યા છે અને તેઓ ઈચ્છે છે કે ત્રીજા ભાગમાં પણ ઓરિજિનલ કાસ્ટ હોય અને તેનું ડિરેક્શન ઈન્દ્ર કુમાર કરે.

આ ફિલ્મ સાથે જોડાયેલી એક વ્યક્તિએ જણાવ્યું કે, હાલમાં ફિલ્મની સ્ટોરી પર કામ ચાલી રહ્યું છે. ઈન્દ્ર કુમાર પોતાના રાઈટર્સની ટીમ સાથે પાછલા એક વર્ષથી કામ કરી રહ્યા છે અને ફર્સ્ટ હાફને લોક કરી દેવાયો છે. બીજા હાફમાં થોડું કામ બાકી છે. ફિલ્મ ટોટલ ધમાલની રીલિઝ પછી આ કામ શરુ કરાશે. પહેલા પ્લાન હતો કે પાછલા વર્ષે ડિસેમ્બરમાં ફિલ્મ ફ્લોર પર લાવવામાં આવે પણ સ્ટોરીમાં સમસ્યા હોવાના કારણે મોડું થઈ ગયું. 

એક તબક્કે સમાચાર હતા કે પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલા સાથે અણબનાવના કારણે અક્ષયે આ પ્રોજેક્ટ છોડવાનું નક્કી કર્યું હતું, હવે બન્ને વચ્ચે ફરી સુલેહ થઈ છે અને સાથે કામ કરવાનું નક્કી કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news