સાબરકાંઠા : શાળાના બાથરૂમની બારીમાં દોરડું લટકાવીને વિદ્યાર્થીનીની આત્મહત્યા

 સાબરકાંઠાના પોશીનાના દેલવાડા ગામની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના બાથરૂમમાંથી વિદ્યાર્થીની મૃત અવસ્થામાં મળી આવી. ધોરણ-7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવતાં લોકોના ટોળે ટોળા શાળામાં પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોશીના પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

સાબરકાંઠા : શાળાના બાથરૂમની બારીમાં દોરડું લટકાવીને વિદ્યાર્થીનીની આત્મહત્યા

દેવ ગોસ્વામી/સાબરકાંઠા : સાબરકાંઠાના પોશીનાના દેલવાડા ગામની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના બાથરૂમમાંથી વિદ્યાર્થીની મૃત અવસ્થામાં મળી આવી. ધોરણ-7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવતા લોકોના ટોળે ટોળા શાળામાં પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોશીના પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાનું તારણ કાઢવામાં આવ્યું છે. શાળાના ફંક્શનમાં વિદ્યાર્થીનીનું સિલેક્શન ન થતા તેણે આવું પગલું ભર્યું હોય તેવી શક્યતા સેવાઈ રહી છે. વિદ્યાર્થીનીના મૃતહેદને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. વિદ્યાલયનાં બાથરૂમની વેન્ટિલેશન માટેની બારીમાં દોરડું લટકાવીને આપઘાત કરી લીધો છે. ત્યારે વિદ્યાર્થીનીએ કયા કારણોસર આત્મહત્યા કરી કે, અન્ય કોઈ કારણ છે કે તે વિશે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news