મલાઇકાએ પોસ્ટ કરી સુપરહોટ તસવીર, બોયફ્રેન્ડ અર્જુને કહી દીધું કે...

બોલિવૂડમાં હાલમાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની રિલેશનશીપ બહુ ચર્ચા છે.  તાજેતરમાં જ તેના લગ્નની તારીખને લઈને રિપોર્ટ્સ આવી રહ્યાં હતાં. હવે મલાઇકાની એક સુપરહોટ તસવીર વાઈરલ થઈ રહી છે. જેની પર બી ટાઉનમાં એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે તે બેચલરેટ પાર્ટી મનાવી રહી છે.  આ તસવીર પર બોયફ્રેન્ડ અર્જુને પણ ખાસ પ્રતિભાવ આપ્યો છે.

મલાઇકાએ પોસ્ટ કરી સુપરહોટ તસવીર, બોયફ્રેન્ડ અર્જુને કહી દીધું કે...

મુંબઈ : બોલિવૂડમાં હાલમાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની રિલેશનશીપ બહુ ચર્ચા છે.  તાજેતરમાં જ તેના લગ્નની તારીખને લઈને રિપોર્ટ્સ આવી રહ્યાં હતાં. હવે મલાઇકાની એક સુપરહોટ તસવીર વાઈરલ થઈ રહી છે. જેની પર બી ટાઉનમાં એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે તે બેચલરેટ પાર્ટી મનાવી રહી છે.  આ તસવીર પર બોયફ્રેન્ડ અર્જુને પણ ખાસ પ્રતિભાવ આપ્યો છે.

રિપોર્ટ પ્રમાણે 19 એપ્રિલના દિવસે બંને ચર્ચ વેડિંગ કરશે. આ લગ્નમાં પરિવાર સિવાય નજીકના મિત્રો શામેલ થશે. અનુપમા ચોપડાના ચેટ શોમાં મલાઇકાએ કહ્યું હતું કે તેના લગ્નમાં અર્જુનના નજીકના મિત્રો રણવીર અને દીપિકા સિવાય તેની ગર્લ ગેંગ પણ શામેલ થશે. પોતાની રિલેશનશીપ વિશે વાત કરતા મલાઇકાએ કહ્યું હતું કે જો તમને જીવનમાં આગળ વધવાનો એક ચાન્સ મળે તો તમારાથી વધારે લકી કોઈ નથી. 

નોંધનીય છે કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એકબીજાની નજીક આવી રહ્યાં છે. બન્ને તરફથી કોઈ ઓફિશ્યિલ નિવેદન નથી આવ્યું પરંતુ બન્નેના લગ્નની ચર્ચા પણ ચાલુ થઈ ચૂકી છે. જોકે બોની કપૂરે પણ આ મહિનામાં તેમના લગ્ન વિશેની રિપોર્ટને ખોટી જણાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news