સલમાન ખાનની નજીકની વ્યક્તિ સાથે સોનાક્ષી કરી શકે છે લગ્ન !
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાની લેટેસ્ટ ફિલ્મ હેપ્પી ફિર ભાગ જાએંગી ફ્લોપ સાબિત થઈ ગઈ છે
Trending Photos
મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાની લેટેસ્ટ ફિલ્મ હેપ્પી ફિર ભાગ જાએંગી ફ્લોપ સાબિત થઈ ગઈ છે પણ હવે તે પોતાની પર્સનલ લાઇફને હિટ કરવા માગે છે. દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા પછી હવે સોનાક્ષી સિંહા પોતાનું ઘર વસાવવાની તૈયારી કરી રહી છે. ટાઇમ્સ નાઉમાં આવેલા રિપોર્ટસ પ્રમાણે સોનાક્ષી હાલમાં સલમાન ખાનની એક નજીકની વ્યક્તિને ડેટ કરી રહી છે જેનું નામ છે બંટી સચદેવા.
સોનાક્ષી અને બંટી ઘણીવાર એકબીજા સાથે જાહેરમાં જોવા મળ્યાછે પણ બંનેએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત નથી કરી. થોડા સમય પહેલાં સોનાક્ષીએ લગ્ન વિશે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે તે હજી બોલિવૂડમાં કામ કરવા માગે છે અને પછી જ લગ્ન વિશે કંઈક વિચારીશ. જોકે તેની ફિલ્મોને ખાસ સફળતા નથી મળી.
2 જૂન, 1987ના દિવસે જન્મેલી સોનાક્ષી 31 વર્ષની થઈ ગઈ છે. બંટી તો સલમાનના ભાઈ સોહેલની પત્ની સીમા સચદેવનો ભાઈ છે. આમ, તે સોહેલનો સાળો છે. શત્રુઘ્ન સિંહા તેમજ સલમાન ખાનના પરિવારના સંબંધો પહેલાંથી જ સારા છે અને જો તેમના લગ્ન થઈ જશે તો તેઓ એકબીજાની નજીક આવી જશે. જોકે આ મામલે સોનાક્ષીના પરિવાર તરફથી કોઈ સત્તાવાર સમાચાર નથી મળ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે