Merry Christmas Pics: 'મેરી ક્રિસમસ' ખુશીના રંગમાં રંગાયું બોલીવુડ, જુઓ લેટેસ્ટ ફોટો

Merry Christmas Day 2019: મેરી ક્રિસમસ ઉજવણીમાં બોલીવુડ જાણે લાલ રંગથી રંગાયું છે. કરીના કપૂર, જ્હાન્વી કપૂર, મૌની રોયથી લઇને આલિયા ભટ્ટ સહિત બોલીવુડ સ્ટાર ક્રિસમસની ખુશીમાં સહભાગી બન્યા છે. કયા સ્ટારે કેવી રીતે મનાવી ક્રિસમસ જુઓ તસ્વીરો...

Merry Christmas Pics: 'મેરી ક્રિસમસ' ખુશીના રંગમાં રંગાયું બોલીવુડ, જુઓ લેટેસ્ટ ફોટો

નવી દિલ્હી : બોલીવુડ સ્ટાર્સ દરેક તહેવારને ઘણા ઉત્સાહથી મનાવે છે. ક્રિસમસ ડે પર તો જાણે આખું બોલીવુડ લાલ રંગથી રંગાયું છે. દરેક સ્ટાર પોતાના અલગ અંદાજથી ક્રિસમસ સેલિબ્રેશન કરી રહ્યા છે. ન્યૂ ઇયરનું સ્વાગત કરવા માટે બોલીવુડ આતુર છે. બોલીવુડ સ્ટાર્સ  ક્રિસમસ સેલિબ્રેશનમાં ખુશીઓ વહેંચી રહ્યા છે. ઘણા સ્ટાર્સ તો જાતે જ સાંતા બની ભેટ સોગાદ આપી રહ્યા છે. આવો જાણીએ કોની કેવી રહી ક્રિસમસ...

મૌની રોયે આપ્યા રમકડા
એક્ટ્રેસ મૌની રોયે પોતાની ક્રિસમસ અલગ અંદાજમાં ઉજવી છે. એટલે જ એનો પહેલા ઉલ્લેખ કરવો યોગ્ય છે. જ્યાં બધા પોતાના માટે શોપિંગ કરી આ તહેવાર મનાવે છે પરંતુ મૌનીએ HIV પીડિત બાળકો વચ્ચે ક્રિસમસની ઉજવણી કરી. મૌનીએ બાળકોને રમકડાં તો આપ્યા જ સાથોસાથ એમની વચ્ચે મસ્તી પણ કરી. મૌનીએ આ તસ્વીરોને પોતાની ઇન્સ્ટાગ્રામ વોલ પર શેયર પણ કરી છે. 

A post shared by mon (@imouniroy) on

આ તસ્વીરોની સાથે મૌનીએ એક લાંબી લાગણીશીલ પોસ્ટ પણ લખી છે. તેણીએ લખ્યું છે કે, મેં અહીં આવીને અનુભવ્યું કે એચઆઇવીએ કેટલા લોકોની જિંદગી પ્રભાવિત કરી છે. આ બાળકો સાથે સમય વિતાવવો ઘણું સારૂ લાગ્યું. આ બાળકો પણ સમાજનો હિસ્સો બનવાનો હક ધરાવે છે કારણ કે એચઆઇવી સ્પર્શ કરવાથી નથી ફેલાતો. 

A post shared by mon (@imouniroy) on

સાથોસાથ મૌનીએ ગત રાતે પોતાની કેટલીક તસ્વીરો પણ શેયર કરી કે જેમાં તે ક્રિસમસ ટ્રી પાસે દેખાઇ રહી છે. 

જ્હાન્વી કપૂર બની સેન્ટા
શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી અને બોલીવુડ એક્ટ્રેસ જ્હાનવી કપૂરે પોતાનો એક ફોટો શેયર કર્યો છે જે જોઇને તમે પણ ખુશીથી ઉછળી ઉઠશે. જ્હાન્વી કપૂર આ તસ્વીરમાં સરસ સ્માઇલ આપી રહી છે. આ તસ્વીર સાથે તેણીએ એક પોસ્ટ પણ લખી છે. 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

કરીના, મલાઇકા, કરિશ્મા અને અમૃતાનું નાઇટ આઉટ...
બોલીવુડ સ્ટાર્સની ગર્લ ગેંગ એટલે કે BFF કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર, મલાઇકા અરોરા અને અમુતા અરોરાએ સાથે મળીને ક્રિસમસ પર ગર્લ નાઇટ આઉટ કર્યું હતું. એમની એ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જોકે આ ઉપરાંત કરીના કપૂર ખાને એક ભવ્ય પાર્ટી પણ હોસ્ટ કરી હતી. જેમાં બોલીવુડની ઘણી હસ્તીઓ હાજર રહી હતી. પરંતુ ગર્લ ગેંગનું નાઇટ આઉટ ખાસ રહ્યું હતું. 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

Good Newwz ટીમે મનાવી ક્રિસમસ
ફિલ્મ ગૂડ ન્યૂઝ (Good Newwz) ની ટીમ એટલે કે કરીના કપૂર ખાન, અક્ષય કુમાર, કિયારા અડવાણી અને દિલજીત દોસાંઝે પણ મોજ મસ્તી સાથે ક્રિસમસ મનાવી હતી. આ ચારે જણાએ ક્રિસમસ મૂડમાં ફોટા પણ પડાવ્યા હતા. આ તસ્વીરો કરીના કપૂરે શેયર કરી છે. 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

બોલીવુડના લેટેસ્ટ ન્યૂઝ જાણો

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news