એકશન બોનાન્ઝા અને થ્રિલની ચિલ પીલ છે મેગામૂવી અવેન્જર્સ: ઈન્ફિનિટી વોર

ધોમધખતા ઉનાળામાં જ્યાં પહેલાં જ દિવસે જેના 125થી વધુ શૉ એકલા અમદાવાદમાં જ ઓલમોસ્ટ હાઉસફૂલ થઇ ગયા. જેના મોર્નિંગ શૉઝમાં પણ થિયેટર અને મોલના પાર્કિંગ ફૂલ થઇ ગયાં. ઓનલાઇન બૂકિંગના જમાનામાં જ્યાં લાંબા સમયે ટિકિટ વિન્ડો પર પણ લાંબી લચ્ચક ક્યૂ જોવા મળી.

એકશન બોનાન્ઝા અને થ્રિલની ચિલ પીલ છે મેગામૂવી અવેન્જર્સ: ઈન્ફિનિટી વોર

મુફદ્દલ કપાસી: ધોમધખતા ઉનાળામાં જ્યાં પહેલાં જ દિવસે જેના 125થી વધુ શૉ એકલા અમદાવાદમાં જ ઓલમોસ્ટ હાઉસફૂલ થઇ ગયા. જેના મોર્નિંગ શૉઝમાં પણ થિયેટર અને મોલના પાર્કિંગ ફૂલ થઇ ગયાં. ઓનલાઇન બૂકિંગના જમાનામાં જ્યાં લાંબા સમયે ટિકિટ વિન્ડો પર પણ લાંબી લચ્ચક ક્યૂ જોવા મળી. સિનેમા હોલમાં સમખાવા પૂરતી એક સીટ પણ ખાલી ન દેખાઇ. જેનો 'કન્ટેઇનર'ભરીને રોમાંચ તમને કેટલાંક સંવાદો પણ ન સાંભળવા દે એટલી કિકિયારીઓ જ્યાં સંભળાઇ. એવી માર્વેલ સિનેમેટિક યુનિવર્સની મચ અવેઇટેડ મૂવી એટલે અવેન્જર્સઃ ઇન્ફિનિટી વૉર.
 
અવેન્જર્સ સિરિઝની છેલ્લી મૂવી સિવિલ વૉર બૉક્સ ઓફિસ પર ભલે નિર્માતાને ખુશ રાખી શકી પણ એનું મૂળતત્વ જ ત્યાં મિસ હતુ. અલગ અલગ તાકાતોનો સમન્વય એટલે જ ટીમ અવેન્જર્સ અને એમાં જ જો તડાં પડે તો પછી એમાં એટલો આનંદ ન હોય અને એટલે જ જ્યાં સિવિલ વૉર આ સિરિઝની સૌથી નબળી ફિલ્મ હતી. ત્યાં જ ઇન્ફિનિટી વૉરનો પહેલો પાર્ટ જ સ્પેક્ટેક્યુલર, સુપર સ્ટુપેન્ડસ, શાઇનિંગ, સ્ટ્રાઇકીંગ અને સેન્સેશનલ છે. ડિરેક્ટર રુસો બ્રધર્સ ટોટલી ડિઝર્વ કરે છે સ્ટેન્ડિંગ ઓવેશન. રુસો બ્રધર્સને ફૂલમાર્ક્સ આપવા પડે સુપરસ્ટાર્સના ટોળા વચ્ચે પણ તેમણે સુપર બેલેન્સ કર્યું છે. ત્રણ-ચાર લીડીંગ મેગાસ્ટાર્સ ઉપરાંત પણ જ્યાં બીજા 10થી 15 મેલ-ફીમેલ સ્ટાર્સ છે ત્યારે એ બધાને તેમના કદ અને કળા પ્રમાણે સ્ક્રીન સ્પેસ આપવામાં રુસો બ્રધર્સ સક્સેસફૂલ રહ્યાં છે. જો કે બે-ત્રણ સિકવન્સ બિલકૂલ બિનજરૂરી લાગી કે જે ટાળી શકાઇ હોત.

ઇન્ફિનિટી વૉરનું સૌથી દમદાર પાસું છે શરૂઆતથી જ ધમાકેદાર એક્શન સિક્વન્સીસ કે જે છેક સુધી ચાલું જ રહે છે. તેની સાથે જ વાર્તા પણ આગળ વહેતી રહે છે. વાર્તા ખુબ જ સિમ્પલ છે. ખલનાયક થેનોસને આખાય બ્રહ્માંડ પર કાબૂ મેળવવો છે અને એના માટે એને શોધ છે 6 તાકાતવાન મણિની. જે આપણા આ સુપરહીરોઝની ટીમ પાસે કે તેની જાણમાં છે. હવે આ મહાનાયકોએ એકઠા થઇને એ ખલનાયકને એમ કરતા રોકવો છે. જે ફિલ્મમાં 90થી વધુની સ્ટારકાસ્ટ છે ! 

જેની સ્પેશ્યિલ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ માટે 1 હજારથી વધુ ભેજાબાજો, એકથી એક રોમાંચક એક્શન સિકવન્સ માટે 150થી વધુની સ્ટંટ ટીમ અને એ બધાંય દ્રશ્યોને પરદા સુધી પહોંચાડવા એવોર્ડ વિનિંગ ટ્રેન્ટ ઓપલોચની નિગરાનીમાં 200થી વધુનું કેમરા યુનિટ ! પ્રેક્ષકોની હર્ષની ચિચિયારીઓ વચ્ચેય સંભળાતો એલન સિલ્વેસ્ટ્રીનો ઝમ્પિંગ ઝપાક બેકગ્રાઉન્ડ સ્કોર ! યાર, તમે પોસ્ટ ક્રેડીટનું દ્રશ્ય જોવા રાહ જૂઓ તો ખબર પડે કે આ મેગાપીસ માટે કેટલાંયે પરસેવો વહાવ્યો છે.

મજાની વાત એ છે કે ડબિંગ દરમિયાન જે દેશમાં રિલીઝ કરાય છે ત્યાંના ટેસ્ટ અનુસાર સંવાદોનું મોડીકીકેશન પણ ગજબનું છે. એટલે જ ડેડપૂલની સફળતા પછી અહી પણ થ્રીલ અને ટેન્શન વચ્ચે રમૂજ ભરેલાં સંવાદો પણ હળવાફૂલ રાખે છે. અને એની જ બલિહારી જુઓ કે જેનું કામ જ ગુસ્સામાં રહેવાનું છે એ બ્રુસ બેનર ઉર્ફે હલ્ક જ અહીં સૌથી વધુ હસાવે છે. ડો.સ્ટ્રેન્જના રોલમાં બેનેડિક્ટ કમ્બરબેચ, સ્ટાર્ક બનતાં રોબર્ટ ડાઉની, કેપ્ટન અમેરિકા બનતાં ક્રિસ ઇવાન્સ અને સ્કારલેટ વિચ બનતી એલિઝાબેથ ઓલ્સન સૌથી પ્રભાવી છે. બાકી બધાયે પોતપોતાની ભૂમિકા બરાબર ભજવી છે. તો અબવ ઓલ છે થોર. ગાય્ઝ, કેટલાંક દ્રશ્યો તમને રીતસરના ગુઝબમ્પ આપશે અને એમાંથી સૌથી આગળ પડતું છે થોર પર ફિલ્માવાયેલું એક દ્રશ્ય.   

ઓવરઓલ લગભગ છ કલાકની એક મેગા મૂવીનો આ પહેલો ટૂકડો છે એટલે એમાં ક્યાંય ઇન્ટરવલ નથી. નો ડાઉટ, થિયેટર્સ પોઝ કરીને તમને બ્રેક જરૂર આપશે પણ તમને એ બ્રેક લેવાની ઇચ્છા નહી થાય. માર્વેલ સિનેમેટિક યુનિવર્સના દિવાના હોવ કે ન હોવ. એન્ટરટેઇનમેન્ટની આ અવેન્જર રાઇડ બિલકૂલ ચૂકી શકાય તેમ નથી. હા ક્લાઇમેક્સમાં એક સુપર સસ્પેન્સ છે એટલે પોસ્ટ ક્રેડીટ સીન સુધી રોકાવું મસ્ટ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news