જુઓ તો ખરા સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલની લાલિયાવાડી! માંસ ખાતા નજરે પડ્યું રખડતું શ્વાન

જી.જી.હોસ્પિટલમાં રખડતા શ્વાનનો વિડીયો વાયરલ થવાનો મામલો.જી.જી.હોસ્પિટલના અધિક્ષક ડો.દીપક તિવારીએ પ્રતિક્રિયા આપી છે. વાયરલ વીડીયોમાં કુતરાના મોઢામાં માસ નહીં પરંતુ દર્દીની સારવાર બાદ લોહીના પાટા હોવાનો દાવો કર્યો છે.

જુઓ તો ખરા સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલની લાલિયાવાડી! માંસ ખાતા નજરે પડ્યું રખડતું શ્વાન

મુસ્તાક દલ/જામનગર: સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જી.જી.હોસ્પિટલમાં રખડતા શ્વાનનો વિડીયો વાયરલ થવાનો મામલો.જી.જી.હોસ્પિટલના અધિક્ષક ડો.દીપક તિવારીએ પ્રતિક્રિયા આપી છે. વાયરલ વીડીયોમાં કુતરાના મોઢામાં માસ નહીં પરંતુ દર્દીની સારવાર બાદ લોહીના પાટા હોવાનો દાવો કર્યો છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) May 23, 2024

આગામી સમયમાં રખડતા શ્વાનનો ત્રાસ હોસ્પિટલમાંથી દૂર થાય તેવી કાર્યવાહી હાથ ધરાશે.જે વિભાગમાં બેદરકારી સામે આવી તે સિક્યુરિટીના કર્મચારીઓ સામે પગલાં લેવાશે. 

જી.જી.હોસ્પિટલના જૂની બિલ્ડિંગમાં OT બહારની બે દિવસ જૂની ઘટના છે.કુતરો માસ નથી ખાતો પણ બાયોવેસ્ટ હોવાની અધિક્ષકની કબૂલાત.રાત્રિના સમયે ઘટના બની હતી.રાત્રિના સમયે ડ્યુટી પર તૈનાત સિક્યુરિટી ગાર્ડ સામે પગલા લેવાશે.

દર્દીના સગા વહાલાઓએ હોસ્પિટલમાં કુતરાઓને બિસ્કીટ અને જમવાનું ના આપવું જોઇએ તેવી અધિક્ષકે અપીલ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news