ફિલ્મ રિવ્યુ: કેવી છે ઋષિ કપૂર અને તાપસીની ફિલ્મ 'મુલ્ક', ખાસ વાંચો, છેલ્લી 15 મિનિટ...
આજે બોક્સ ઓફિસ પર દિગ્દર્શક અનુભવ સિંહાની ફિલ્મ મુલ્ક રિલીઝ થઈ ગઈ. તાપસી પન્નુ અને ઋષિ કપૂર જેવા કલાકારોવાળી આ ફિલ્મમાં ભારતીય મુસલમાનો પ્રતિ ઉઠનારા દરેક સવાલને ખુબ જ અલગ રીતે ઉઠાવવામાં આવ્યો છે
Trending Photos
નવી દિલ્હી: આજે બોક્સ ઓફિસ પર દિગ્દર્શક અનુભવ સિંહાની ફિલ્મ મુલ્ક રિલીઝ થઈ ગઈ. તાપસી પન્નુ અને ઋષિ કપૂર જેવા કલાકારોવાળી આ ફિલ્મમાં ભારતીય મુસલમાનો પ્રતિ ઉઠનારા દરેક સવાલને ખુબ જ અલગ રીતે ઉઠાવવામાં આવ્યો છે. ફિલ્મમાં પછી ભલે એક મુસ્લિમ પરિવારમાં પુત્રવધુ બનીને પહોંચેલી હિંદુ યુવતી તાપસી પન્નુનું પાત્ર હોય કે પછી મુસ્લિમ પરિવારના મુખ્યા તરીકે મુરાદ અલી મોહમ્મદ બનેલ ઋષિ કપૂર હોય. ફિલ્મનું દરેક પાત્ર ફિલ્મમાં એકદમ યોગ્ય જગ્યાએ ફીટ જોવા મળી રહ્યું છે. ફિલ્મમાં વાર્તાથી લઈને પાત્ર સુધી બધુ જ એકદમ મજેદાર છે. આ અઠવાડિયે બોક્સ ઓફિસર પર એકસાથે ત્રણ મોટી ફિલ્મો રિલીઝ થઈ છે. જો તમે વીકેન્ડનો પ્લાન કરી રહ્યાં છો તો મુલ્ક અંગેનો આ રિવ્યુ જરૂર વાંચો.
ડાઈરેક્ટર: અનુભવ સિંહા
કાસ્ટ: ઋષિ કપૂર, તાપસી પન્નુ, પ્રતિક બબ્બર, નીના ગુપ્તા, રજત કપૂર, મનોહ પાવાહ, આશુતોષ રાણા
રેટિંગ: 4 સ્ટાર
વાર્તા: મુલ્કની વાર્તા એક મુસ્લિમ પરિવારની કહાની છે, જે બનારસમાં રહે છે. મુરાદ અલી મોહમ્મદ (ઋષિ કપૂર) બનારસના એક મોહલ્લામાં રહે છે અને રોજ ચૌબે અને સોનકર જેવા પોતાના મિત્રો સાથે ચા પીવે છે. આ હસતાં રમતાં પરિવારને અચાનક ધક્કો ત્યારે લાગે છે જ્યારે પરિવારના એક પુત્રનું નામ આતંકી ગતિવિધિઓમાં સામે આવે છે. આ પુત્ર પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો જાય છે, પરંતુ હવે પોલીસ આતંકી યોજના ઘડવાને લઈને આ પરિવાર પર આંગળી ચિંધે છે. અહીંથી શરૂ થાય છે કોર્ટરૂમ ડ્રામા. જેમાં પરિવારની પુત્રવધુ (તાપસી પન્નુ ) પોતાનો પરિવાર નિર્દોષ છે તે અંગે ન્યાયની માગણી કરે છે.
દમદાર વાર્તા
કોઈ પણ ફિલ્મનો અસલ હીરો તેની વાર્તા હોય છે અને દિગ્દર્શક અનુભવ સિંહાની મુલ્ક પણ આ જ કારણે દમદાર છે. સૌથી પહેલા તો અનુભવ સિંહાના આ બદલ વખાણ કરવા પડે કે આવા સમયમાં કે જ્યારે દેશમાં અનેક પ્રકારના સાંપ્રદાયિક તણાવની વાતો સામે આવી રહી છે, ત્યારે તેમણે આવા એક વિષયને ફિલ્મ બનાવવા માટે પસંદ કર્યો. વાર્તાની વાત કરીએ તો શરૂઆતથી લઈને છેલ્લે સુધી એક જબરદસ્ત સ્પીડમાં ચાલે છે. ક્યાંય પણ તમને કંટાળો કે ડાર્ક મોડ લાગતો નથી. દરેક ખુશીને, દરેક દર્દને એકદમ માપી તોલીને બતાવવામાં આવ્યા છે. ફિલ્મમાં એવી રીતે જોવા મળશે કે તમે પણ ફિલ્મની દરેક ઈમોશનને મહેસૂસ કરી શકશો.
એક્ટિંગમાં દરેક પાત્ર એકદમ દમદાર
એક્ટિંગની વાત કરીએ તો ઋષિ કપૂર અને તાપસી પન્નુ તો મહત્વની ભૂમિકામાં છે જ પરંતુ આ બધાથી અલગ બિલાલની ભૂમિકામાં હસાવવાથી લઈને ઈમોશનલ કરવા સુધીમાં એક્ટર મનોજ પાવાહે પણ કમાલ કરી છે. કોર્ટરૂમમાં ડિફેન્સના વકીલ તરીકે આશુતોષ રાણા દમદાર જોવા મળી રહ્યો છે. ફિલ્મની સૌથી સારી વાત એ છે કે દરેક પાત્રએ પોતાની સ્ક્રિન સ્પેસને બરાબર ન્યાય આપ્યો છે.
મુલ્ક ફિલ્મ જોતા આમ તો તમને મજા આવશે પરંતુ છેલ્લી 15 મિનિટમાં કદાચ તમે પોતાની જાતની તાળીઓ પાડતા રોકશો. ફિલ્મના અનેક દ્રશ્યો તમને આમ કરવા માટે મજબુર કરી શકે છે. જેનું કારણ છે દમદાર ડાયલોગ. ખાસ કરીને કોર્ટરૂમની બધી દલીલો બાદ છેલ્લે જે રીતે જજની ભૂમિાકમાં અભિનેત્રી કુમુદ મિશ્રા પોતાનો ચુકાદો સંભળાવે છે, તેને જાણીને તમને જરૂર સારું લાગશે. છેલ્લે એટલું કહી શકાય કે 'મુલ્ક' એક શાનદાર ફિલ્મ છે. જેમાં એક રિલેવન્ટ વિષયને ખુબ સટીકતાથી રજુ કરાયો છે. આ ફિલ્મ કોઈને ક્લિનચિટ આપતી નથી પરંતુ મુલ્ક એક યોગ્ય સવાલ પર વાત કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે