Drugs Case: આર્યન ખાનને આર્થર રોડ જેલ લઇને પહોંચી NCB, જામીન અરજી પર કોર્ટમાં સુનવણી શરૂ
ડ્રગ્સ પાર્ટી કેસ (Drugs Party Case) માં ધરપકડ કરાયેલા શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ની જામીન અરજી પર NDPS કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. કોર્ટના ફેંસલા પહેલાં જ NCB આર્યન ખાનને લઇને આર્થર રોડ જેલ પહોંચી ગઇ છે.
Trending Photos
મુંબઇ: ડ્રગ્સ પાર્ટી કેસ (Drugs Party Case) માં ધરપકડ કરાયેલા શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ની જામીન અરજી પર NDPS કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. કોર્ટના ફેંસલા પહેલાં જ NCB આર્યન ખાનને લઇને આર્થર રોડ જેલ પહોંચી ગઇ છે.
આ પહેલાં કોર્ટે ગુરૂવારે આર્યન ખાન સહિત 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
ન્યાયિક કસ્ટડીમાં છે 8 આરોપી
ડ્રગ્સ પાર્ટી કેસમાં ધરપકડ કરાયેલા આર્યન ખાન (Aryan Khan) ના ઉપરાંત અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધમીચા, વિક્રાંત ચોકર, મોહક જયસવાલ, ઇસમત સિંહ છેડા, ગોમિત ચોપડા ઔકા નુપૂર સતીજા ન્યાયિક કસ્ટડીમાં છે, જેમની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે.
Mumbai | NCB brings Aryan Khan and other accused in the cruise ship drug raid case to Arthur Jail pic.twitter.com/uow3Ukaj0Z
— ANI (@ANI) October 8, 2021
2 ઓક્ટોબરના રો થઇ ઘટનાની શરૂઆત
આ ઘટનાની શરૂઆત 2 ઓક્ટોબર એટલે કે શુક્રવારે થઇ હતી. મુંબઇ પોલીસના નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) પાસે આ સૂચના હતી કે એક પાર્ટીમાં કેટલાક લોકો ડ્રગ્સની સપ્લાય અને ડ્રગ્સનું સેવન કરી શકે છે. તેની તપાસ કરવા માટે એનસીબીના નજીક 22 અધિકારીઓ પાર્ટીમાં પહોંચી ગયા, પરંતુ જ્યારે પાર્ટી શરૂ થઇ તો તેમાંથી 8 લોકોને શંકાના આધારે કસ્ટડીમાં લેવામાં આવ્યા અને બાકી બધાને જવા દેવામાં આવ્યા. આ 8 લોકોમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પણ સામેલ હતા. ત્યારબાદ આ લોકોની લાંબી પૂછપરછના આધારે એક એક કરીને આ તમામ લોકોની ધરપક્ડ કરવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે