કપિલ શર્મા શોમાંથી છીનવાઈ અર્ચનાની ખુરશી, 5 વર્ષ બાદ જૂના જજની એન્ટ્રી!

The Great Indian Kapil Show: નવજોત સિંહ સિદ્ધુ 5 વર્ષ બાદ કપિલ શર્માના શોમાં પરત ફર્યા છે. આ શોનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફરીથી પોતાની ખુરશી પર બેઠો જોવા મળી રહ્યાં છે. આ વીડિયો જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે. વીડિયોમાં અર્ચના પુરણ સિંહને એમ કહેતા પણ સાંભળી શકાય છે કે તેને પોતાની ખુરશી પાછી જોઈએ છે

કપિલ શર્મા શોમાંથી છીનવાઈ અર્ચનાની ખુરશી, 5 વર્ષ બાદ જૂના જજની એન્ટ્રી!

The Great Indian Kapil Show: નવજોત સિંહ સિદ્ધુ 5 વર્ષ બાદ કપિલ શર્માના શોમાં પરત ફર્યા છે. આ શોનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફરીથી પોતાની ખુરશી પર બેઠો જોવા મળી રહ્યાં છે. આ વીડિયો જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે. વીડિયોમાં અર્ચના પુરણ સિંહને એમ કહેતા પણ સાંભળી શકાય છે કે તેને પોતાની ખુરશી પાછી જોઈએ છે

The Great Indian Kapil Show Navjot Singh Sidhu : કપિલ શર્મનો નવો શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો હાલ નેટફ્લિક્સ પર ધૂમ મચાવી રહ્યો છે. આ શોની આ બીજી સીઝન છે. લોકો આ શોને પસંદ કરી રહ્યાં છે. આ શોને કપિલ શર્મા હોસ્ટ કરી રહ્યાં છે અને અર્ચના પૂરન સિંહ જજ તરીકે ખુરશી પર બિરાજમાન છે. પરંતું સોશિયલ મીડિયા પર એક વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમની ખુરશી પર નવજોત સિંહ સિદ્ધુ બેસેલા નજર આવી રહ્યાં છે. જેના બાદ સેટ પર હલચલ મચી જાય છે. 

Add Zee News as a Preferred Source

 

 

સોશિયલ મીડિયા પર ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોનો આ વીડિયો વાયરલ થતા બાદ લોકો હવે જાણવા માંગે છે કે શું સાચે જ નવજોતસિંહ સિદ્ધુ 5 વર્ષ બાદ શોમાં વાપસી કરવાના છે. આ દરમિયાન નવજોતસિંહ સુદ્ધ ફરી એકવાર જજની ખુરશી પર બેસીને શાયરી લલકારતા નજર આવી રહ્યાં છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, સિદ્ધુ જજની ખુરશી પર બિરાજમાન છે. જેને લઈને કપિલ શર્મા ખુશી વ્યક્ત કરતા નજર આવી રહ્યાં છે. આ વચ્ચે પાછળથી અર્ચના આવે છે અને કપિલને કહે છે કે, તેને પોતાની ખુરશી પરત જોઈએ. 

 

 

5 વર્ષ બાદ સિદ્ધુની વાપસી
વીડિયોમાં અર્ચના પૂરનસિંહ કપિલને કહે છે કે, સરદાર સાહેબને કહો કે મારી ખુરશી છોડી દે. પહેલા તો કપિલ શર્મા શોની ખુરશી પર નવજોતસિંહ સિદ્ધઉને જોઈને ચોંકી જાય છે. તેને લાગે છે કે, કોઈએ સિદ્ધુનો મેકઅપ કર્યો છે. પરંતુ બાદમાં ખબર પડે છે કે, આ તો સાચે જ નવજોતસિંહ સિદ્ધુ છે. 

હકીકત એ છે કે, નવજોતસિંહ જજ તરીકે નહિ, પરંતું પત્ની સાથે ગેસ્ટ તરીકે શોમાં આવ્યા હતા. તેમની સાથે ક્રિકેટર હરભજનસિંહ અને તેમની પત્ની ગીતા બસરા પણ શોમાં ગેસ્ટ તરીકે નજર આવી હતી. તમામે સેટ પર ખૂબ મસ્તી કરી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news