પરિણીતી ચોપરા લોહીથી લથપથ... ધ ગર્લ ઓન ધ ટ્રેન ફર્સ્ટ લૂક, જુઓ Photo

The Girl on the Train: ધ ગર્લ ઓન ધ ટ્રેન ફિલ્મમાં પરિણીતી ચોપરા લીડ રોલમાં નજર આવનાર છે. આ ફિલ્મમાં અભિનેત્રી કૃતિ કુલ્હારી પણ છે જે એક બ્રિટિશ પોલીસ અધિકારીના રોલમાં છે. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર થયો છે. જેમાં પરિણીતી ચોપરા લોહીથી લથપથ દેખાઇ રહી છે..

પરિણીતી ચોપરા લોહીથી લથપથ... ધ ગર્લ ઓન ધ ટ્રેન ફર્સ્ટ લૂક, જુઓ Photo

નવી દિલ્હી : પરિણીતી  ચોપરા આમ તો સોશિયલ મીડિયા પર ઘણા મજેદાર ફોટો અને વીડિયો શેયર કરે છે પરંતુ બુધવારે પરિણીતી ચોપરાએ પોતાના ચાહકો સાથે ખતરનાક લૂક શેયર કર્યો છે. પરિણીતી ચોપરાએ આ લૂક શેયર કરી ચાહકોને ચોંકાવી દીધા છે. આવનારી ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેન નું શૂંટિંગ ચાલી રહ્યું છે અને આ ફિલ્મનો ફર્સ્ટ લૂક તેણીએ શેયર કર્યો છે જેમાં તેણી લોહીથી લથપથ દેખાઇ રહી છે. તેણીએ આ લૂક શેયર કરી ચાહકોને ચોંકાવી દીધા છે. 

બાથટબમાં બેઠેલી પરિણીતી ચોપરાના માથા પર ઇજાના નિશાન છે અને તેમાંથી લોહી વહી રહ્યું છે. આ ફોટાને શેયર કરતાં તેણીએ લખ્યું છે કે, કંઇક એવું કે જે મેં અગાઇ ક્યારેય નથી કર્યું અને આ અત્યાર સુધીની મારી સૌથી ખતરનાક ભૂમિકા છે. 

— Parineeti Chopra (@ParineetiChopra) August 21, 2019

ધ ગર્લ ઓન ધ ટ્રેન ફિલ્મમાં પરિણીતી ચોપરા લીડ રોલમાં છે. આ ફિલ્મમાં અભિનેત્રી કૃતિ કુલ્હારી પણ છે. જે એક બ્રિટિશ પોલીસ અધિકારીની ભૂમિકામાં છે. આ ફિલ્મ અગાઉ આ નામથી જ બનેલી ફિલ્મની હિન્દી રિમેક છે. જેને નિર્દેશક રિભૂ દાસગુપ્તાએ નિર્દેશિત કરી છે અને આ ફિલ્મમાં અભિનેત્રી અદિતિ રાવ હૈદરી પણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news