પ્રતીકે પોસ્ટ કરી પત્ની સાથેની ટોપલેસ તસવીર અને પડી ચાહકોની ગાળો, પછી...
બોલિવૂડની એવરગ્રીન એક્ટ્રેસ સ્મિતા પાટીલ અને નેતા-અભિનેતા રાજ બબ્બરના દીકરા પ્રતીક બબ્બરના હાલમાં જ લગ્ન થયા
Trending Photos
મુંબઈ : બોલિવૂડની એવરગ્રીન એક્ટ્રેસ સ્મિતા પાટીલ અને નેતા-અભિનેતા રાજ બબ્બરના દીકરા પ્રતીક બબ્બરના હાલમાં જ લગ્ન થયા છે. તેણે બહુજન સમાજ પાર્ટીના નેતા પવન સાગરની દીકરી સાન્યા સાગર સાથે લખનૌમાં થયા છે. આ લગ્નની વિધિઓમાંથી પ્રતિક-સાન્યાની હલ્દી અને મહેંદીની વિધિ સોશિયલ મીડિયામાં વાઇરલ બની હતી. જોકે ગણતરીના દિવસો પહેલાં લગ્નના બંધનમાં બંધાયેલી જોડી અનોખા કારણોસર ચર્ચામાં આવી છે.
હકીકતમાં આ કપલે વેલેન્ટાઇન્સ ડેના દિવસ પર એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીર પ્રતીકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. તસવીરમાં આ બંને ટોપલેસ જોવા મળ્યા. હતા તસવીરમાં પ્રતીક પોતાના બંને હાથથી પત્નીના ઉપરના ભાગને ઢાંકતો જોવા મળ્યો. કપલે આ ક્લિકમાં સાઇડ પોઝ આપ્યો છે. જોકે પ્રતીકની આ તસવીરની સોશિયલ મીડિયામાં બહુ ટીકા થઈ હતી. ઇન્સ્ટાગ્રામના કેટલાક યુઝર્સે તો આ તસવીર હટાવી લેવા ભારપૂર્વક આગ્રહ કર્યો હતો. આખરે પ્રતીકે પણ લોકલાગણીને માન આપીને આખરે આ તસવીર ડિલીટ કરી દીધી છે.
સાન્યા અને પ્રતીક છેલ્લા 10 વર્ષથી એકબીજાને ઓળખતા હતા. ગત વર્ષે ગોવામાં બંનેએ સગાઇ કરી પોતાના રિલેશનશિપ વિશે બધાને જાણ કરી હતી. જે બાદ બંનેએ થોડા દિવસ પહેલા જ લગ્ન કર્યાં. પ્રતીક ગયા વર્ષે 'મુલ્ક'માં પોતાની એક્ટિંગને કારણે લોકપ્રિય બન્યો હતો. પ્રતીકની પત્ની સાન્યા એક લેખિકા છે અને ક્રિએટીવ રાઇટિંગના ફિલ્ડમાં સક્રિય છે. સાન્યાના પિતા પણ રાજકારણમાં સક્રિય છે. સાન્યાએ ગોલ્ડસ્મિથ યુનિવર્સિટી ઓફ લંડનમાંથી ગ્રેજ્યુએટ છે અને તેણે ફિલ્મ એકેડમીમાંથી ફિલ્મમેકિંગમાં સ્પેશિયલાઇઝેશન કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે