ગર્ભવતી મીરાની એક પોસ્ટથી થયો ખુલાસો, હાલ 'Weird Phase'માંથી.....
થોડા દિવસ પહેલા જ શાહિદ કપૂર અને મીરા રાજપૂતે ખુબ જ ક્યૂટ અંદાજમાં આવનારા નવા મહેમાન અંગે જાહેરાત કરી હતી. શાહિદ અને મીરા બંને નાનકડા આ મહેમાનના સ્વાગત માટે તૈયાર છે. પરંતુ મીરા રાજપૂત સાથે હાલ અજીબોગરીબ થઈ રહ્યું છે. તે ગર્ભાવસ્થાના એક એવા તબક્કામાંથી પસાર થઈ રહી છે જેમાંથી દરેક પ્રેગનેન્ટ મહિલા કનેક્ટ થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હી: થોડા દિવસ પહેલા જ શાહિદ કપૂર અને મીરા રાજપૂતે ખુબ જ ક્યૂટ અંદાજમાં આવનારા નવા મહેમાન અંગે જાહેરાત કરી હતી. શાહિદ અને મીરા બંને નાનકડા આ મહેમાનના સ્વાગત માટે તૈયાર છે. પરંતુ મીરા રાજપૂત સાથે હાલ અજીબોગરીબ થઈ રહ્યું છે. તે ગર્ભાવસ્થાના એક એવા તબક્કામાંથી પસાર થઈ રહી છે જેમાંથી દરેક પ્રેગનેન્ટ મહિલા કનેક્ટ થઈ શકે છે.
ગર્ભાવસ્થા ખુબ પડકારજનક હોય છે. આ દરમિયાન મહિલાઓને અનેક નવા અનુભવોનો સામનો કરવો પડતો હોય છે. મીરાએ પણ પોતાનો આવો જ એક અનુભવ શેર કર્યો. હકીકતમાં હાલ મીરાને કપડાથી સૌથી વધુ પરેશાની થઈ રહી છે. આ સંલગ્ન સ્ટોરી પણ તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
મીરા રાજપૂતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે તે વીયર્ડ ફેઝ કે જ્યાં જીન્સ ફીટ નથી થતું અને મેટરનિટી જીન્સ ખુબ મોટા હોય છે. એનો અર્થ એ કે એવો તબક્કો કે જેમાં તમને પોતાને જીન્સની સાઈઝ ખબર હોતી નથી. અત્રે જણાવવાનું કે શાહિદ અને મીરાએ બીજી બેબીની જાહેરાત એપ્રિલમાં ખુબ જ ક્યુટ અંદાજમાં કરી હતી.
આ અગાઉ એક પોસ્ટમાં મીરા રાજપૂતે મીશાના જન્મ અંગે જાહેરાત કરી હતી. મારી ગર્ભાવસ્થા ખુબ આકરી રહી હતી. મારી પુત્રીને આ દુનિયામાં લાવવા માટે પાંચ મહિના ખુબ મુશ્કેલીભર્યા રહ્યાં હતાં. આથી જેટલુ બને તેટલો વધુ સમય હું તેની સાથે વિતાવું છું. મને લાગે છે કે આ ખુબ મોટી જવાબદારી છે અને આ ઉમરમાં મારી પાસે એનર્જી પણ છે. આગળ મારુ ભવિષ્ય છે આથી હું તમામ જવાબદારીઓને નિભાવી શકું છું.
હાલ શાહિદ અને મીરા એક ક્યુટ નાની મિશાના માતા પિતા છે અને આ વર્ષે મીરા બીજા બાળકને પણ જન્મ આપશે. અત્રે જણાવવાનું કે શાહિદ અને મીરાના લગ્ન 2015માં થયા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે