કટોકટી લાગુ કરનારી પાર્ટી મર્યાદા ન શિખવાડે: રવિશંકર પ્રસાદ
કર્ણાટકમાં સરકારની રચના માટેની જે ઉથલપાથલ ચાલી રહી છે તે દરમિયાન રાજ્યપાલે આજે ભાજપને સૌથી વધુ બેઠકો મળી હોવાના કારણે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: કર્ણાટકમાં સરકારની રચના માટેની જે ઉથલપાથલ ચાલી રહી છે તે દરમિયાન રાજ્યપાલે આજે ભાજપને સૌથી વધુ બેઠકો મળી હોવાના કારણે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે. યેદિયુરપ્પા આવતી કાલે સવારે 9 વાગે શપથ લેશે. આ દરમિયાન ભાજપના નેતા રવિશંકર પ્રસાદે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં. પ્રસાદે કહ્યું કે જે પાર્ટીએ સૌથી વધુ સમય સુધી દેશમાં કટોકટી લાદી તે અમને મર્યાદા ન શીખવાડે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે 6 ડિસેમ્બર 1992ની ઘટના બાદ કોંગ્રેસ પાર્ટીએ જ્યાં પણ ભાજપની સરકાર હતી તેને બરખાસ્ત કરી નાખી. ઘટના ઉત્તર પ્રદેશમાં ઘટી હતી પરંતુ મધ્ય પ્રદેશ, રાજ્સ્થાન અને દિલ્હીમાં પણ સરકારો પાડવામાં આવી. કોંગ્રેસે રાજ્યોમાં ગેરબંધારણીય રીતે કટોકટી લાગુ કરી અને ન્યાયપાલિકાનું પણ દમન કર્યું. બંધારણના ચીથરે ચીથરા ઉડાવનારી પાર્ટી અમને બંધારણની મર્યાદા ન શીખવાડે.
The party that blew up the constitution to shambles is teaching us the constitution, the party that imposed President rule the most number of times is giving us lessons: Union Minister Ravi Shankar Prasad in Delhi on #KarnatakaElectionResults2018 pic.twitter.com/mQmK835awW
— ANI (@ANI) May 16, 2018
પ્રસાદે કહ્યું કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે નવી ચૂંટણીના આધાર પર જે પરિસ્થિતિ પેદા થઈ હશે તેમાં રાજ્યપાલ કોને બોલાવશે તેના પર અમે (સુપ્રીમ કોર્ટ) કોઈ વિચાર આપી શકે નહીં. પ્રસાદે કહ્યું કે સરકારી અને એમએમ પૂંચી કમિશનનો રિપોર્ટ જોઈએ તો રાજ્યપાલ કોને સરકાર બનાવવા માટે બોલાવશે તે સ્પષ્ટ થઈ જાય છે. તેમણે એમ પણ કહ્યું કે પહેલા નંબર પર બહુમત હાંસલ કરનારા ચૂંટણી પૂર્વ ગઠબંધનને આમંત્રણ મળશે, ત્યારબાદ સૌથી મોટી પાર્ટી જો પૂરતો બહુમત હોવાનો દાવો કરતી હોય અને ત્યારબાદ ત્રીજા નંબરે ચૂંટણી બાદ ગઠબંધન કરનારી પાર્ટીને પ્રાથમિકતા આપવામાં આવશે.
પ્રસાદે કહ્યું કે લોકોની સદ્ભાવના, લોકોના મતોના આશીર્વાદ ભાજપના પક્ષમાં છે. કોંગ્રેસ પાર્ટી મેન્ડેટને લૂટવાનો પ્રયત્ન કરી રહી છે. કર્ણાટકમાં ભાજપ એક બહુમતની સરકાર ચલાવશે અને જનતાના આશીર્વાદથી ચલાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે