કર્ણાટકમાં ઉથલપાથલ, અને ગુજરાતની 'આ' ઘટના આવી ગઈ ચર્ચામાં, દેવગૌડાનું જાણો શું હતું કનેક્શન?

રાજ્યપાલનો નિર્ણય ગમે તે હોય પંરતુ હાલ ઘટનાક્રમ પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા અને વજુભાઈ વાળા વચ્ચે થયેલી રાજનીતિક ઘટનાની યાદ અપાવી રહી છે.

કર્ણાટકમાં ઉથલપાથલ, અને ગુજરાતની 'આ' ઘટના આવી ગઈ ચર્ચામાં, દેવગૌડાનું જાણો શું હતું કનેક્શન?

નવી દિલ્હી: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમત ન મળવાના કારણે નવી સરકારના ગઠનને લઈને બધાની નજર હવે રાજભવન પર ટકેલી છે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા ગુજરાતના રાજકારણના મોટા ખેલાડી રહ્યાં છે. વજુભાઈ વાળા લાંબા સમય સુધી ગુજરાતમાં ભાજપની સરકાર દરમિયાન નાણામંત્રી રહ્યાં હતાં. હવે કર્ણાટકની સ્થિતિમાં વજુભાઈ વાળા શું નિર્ણય કરશે તે તેમના વિવેક પર નિર્ભર છે. જો તેમનો ફેસલો જેડીએસ+કોંગ્રેસના પક્ષમાં આવ્યો તો પૂર્વ વડાપ્રધાન એચડી દેવનગૌડાના પુત્ર કુમારસ્વામી સીએમ બનશે. જો આમ ન થયું તો જેડીએસની જગ્યાએ ભાજપને સરકાર બનાવવાની તક મળશે.

રાજ્યપાલનો નિર્ણય ગમે તે હોય પંરતુ હાલ ઘટનાક્રમ પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા અને વજુભાઈ વાળા વચ્ચે થયેલી રાજનીતિક ઘટનાની યાદ અપાવી રહી છે. આ ઘટના વર્ષ 1996ની છે. ગુજરાતમાં 1995માં ભાજપની પહેલીવાર સરકાર બની હતી. તે સમયે વજુભાઈ વાળા ભાજપની સરકારમાં નાણામંત્રી હતાં. તે સમયે કેન્દ્રમાં એચડી દેવગૌડા વડાપ્રધાન હતાં અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતાં. તે વખતે વર્તમાન પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી હતાં પરંતુ પાર્ટીએ તેમને દિલ્હી મોકલ્યા હતાં. આ દરમિયાન જ શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈના નેતૃત્વથી અસહમતિ જતાવતા કેટલાક ધારાસભ્યોને પોતાના પક્ષમાં કરી લીધા હતાં અને પોતે સીએમ બનવાનો દાવો કર્યો હતો.

ભાજપે તે સમયે વાઘેલાના અસંતોષને શાંત કરવા માટે કેશુભાઈની જગ્યાએ સુરેશ મહેતાને સીએમ બનાવ્યાં. પરંતુ વાઘેલા આમ છતાં ન માન્યા અને તેમણે દાવો કર્યો કે આ સરકાર અલ્પમતમાં છે. તે સમયે ગુજરાતમાં રાજ્યપાલ કૃષ્ણપાલ સિંહ હતાં. જ્યારે સદનમાં બહુમત સાબિત કરવાની વાત આવી તો સુરેશ મહેતાએ વિશ્વાસનો મત સદનમાં હાસલ કરી લીધો. પરંતુ તત્કાલીન સ્પીકર ચંદુભાઈ ડાભી (જે કોંગ્રેસી હતાં અને સ્પીકર હરીશચંદ્ર પટેલની તબિયત સારી ન હોવાના કારણે પદ પર હતાં) તેમણે રાજ્યપાલને જણાવ્યું કે વિશ્વાસમત મેળવવામાં આવ્યો નથી. આ સૂચનાના આધારે રાજ્યપાલે કેન્દ્રને મોકલેલા પોતાના રિપોર્ટમાં વિધાનસભાને સસ્પેન્ડ કરવાની માંગણી કરી. કેન્દ્રએ રાજ્યપાલની વાત માનીને 6 મહિના સુધી વિધાનસભાને સસ્પેન્ડ કરી દીધી.

આ દરમિયાન વજુભાઈ સતત રાજ્યપાલને વિધાનસભા શરૂ કરવાની ભલામણ કરતા રહ્યાં. આ દરમિયાન તેમણે કેન્દ્રની દેવગૌડા સરકારને પણ વિધાનસભા બહાલ કરવાની માગણી કરી હતી. વિધાનસભાના સસ્પેન્શન દરમિયાન જ શંકર સિંહ વાઘેલાએ ભાજપમાં તોડફોડ કરી અને કોંગ્રેસ સાથે મળીને પોતાની સરકાર બનાવી લીધી. તે સમયે એચડી દેવગૌડાના હાથમાં ગુજરાતમાં બીજેપીની સરકારને લઈને ફેસલો કરવાનો સમય હતો. આજે વજુભાઈ વાળાના હાથમાં એચડી દેવગૌડાના પુત્ર કુમારસ્વામીના રાજનીતિક ભવિષ્યનો ફેસલો છે. હવે જોવાનું એ રહેશે કે રાજ્યપાલના પદ પર રહીને વજુભાઈ વાળા શું નિર્ણય લેશે.

અત્રે જણાવવાનું કે કર્ણાટક વિધાનસભામાં બહુમત માટે 112 બેઠકોની જરૂર હોય છે. પરંતુ ભાજપ પાસે 104, કોંગ્રેસ પાસે 78 અને જેડીએસને 38 બેઠકો મળી છે. સૌથી મોટા પક્ષ હોવાના કારણે ભાજપે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ  કર્યો. જ્યારે કોંગ્રેસે જેડીએસને સમર્થન આપતા બહુમતનો દાવો કર્યો છે. કોંગ્રેસ જેડીએસના કુમારસ્વામીને સીએમ બનાવવા પર સહમત છે અને બુધવારે કુમારસ્વામીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે રાજ્યપાલ મહોદયને 117 ધારાસભ્યોનું સમર્થનપત્ર સોંપ્યું છે અને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. રાજ્યપાલે પણ તેમને બંધારણ મુજબ નિર્ણય લેવાનું આશ્વાસન આપ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news