બીજી વખત માતા બનશે નીતા અંબાણીની મોટી વહૂ, Shloka Mehta એ NMACC ઈવેન્ટમાં ફ્લોન્ટ કર્યું બેબી બંપ

Pregnant Shloka Mehta: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે એક પછી એક સારા સમાચાર આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ તેમની દીકરી ઈશા અંબાણીએ ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો, ત્યારબાદ પરિવારના સૌથી નાના દીકરા અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે થઈ અને હવે આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. 

બીજી વખત માતા બનશે નીતા અંબાણીની મોટી વહૂ, Shloka Mehta એ  NMACC ઈવેન્ટમાં ફ્લોન્ટ કર્યું બેબી બંપ

Pregnant Shloka Mehta: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે એક પછી એક સારા સમાચાર આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ તેમની દીકરી ઈશા અંબાણીએ ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો, ત્યારબાદ પરિવારના સૌથી નાના દીકરા અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે થઈ અને હવે આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. NMACC લોન્ચ ઇવેન્ટ પર જ્યારે આ કપલ મીડિયા સામે આવ્યું ત્યારે શ્લોકા મહેતા એક સુંદર સાડીમાં જોવા મળી હતી. આ સાડીમાં તેનું બેબી બમ્પ પણ દેખાતું હતું. આ પહેલી વખત હતું જ્યારે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા મીડિયા સામે આવ્યા હોય. શ્લોકા મહેતાની આ તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. પૃથ્વી અંબાણી પછી પરિવારમાં વધુ એક નાનકડું મહેમાન આવવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો:

જાણો કોણ છે સૈયદ અબ્દુલ રહીમ ? જેના જીવન પર આધારિત ફિલ્મ છે મેદાન

અજય દેવગનની ફિલ્મ મૈદાનનું ટીઝર રિલીઝ, રિલીઝ થયાની સાથે જ વીડિયો થયો વાયરલ

પરિણીતી ચોપડા ટુંક સમયમાં બનશે રાઘવ ચઢ્ઢાની દુલ્હન, સિંગર હાર્ડી સંધુએ કર્યો ધડાકો

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની મોટી વહુ શ્લોકા મહેતા ફરીવાર પ્રેગ્નેન્ટ છે. તે ટૂંક સમયમાં પોતાના બીજા બાળકને જન્મ આપશે. તાજેતરમાં જ મુંબઈમાં યોજાયેલી અંબાણી પરિવાર દ્વારા આયોજિત ઇવેન્ટમાં શ્લોક મહેતા બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

વાયરલ થયેલી તસવીરો અને વીડિયોમાં જોઈ શકાય છે કે આકાશ અંબાણી લીલા કલરના કુર્તામાં છે અને તેની સાથે પત્ની શ્લોકા અંબાણી સુંદર સાડીમાં જોવા મળે છે. શ્લોકાએ સાડી સાથે હેવી જ્વેલરી પહેરી છે. સાથે જ તેનું બેબી બમ્પ પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. મહત્વનું છે કે NMACC ઈવેન્ટમાં દેશના જાણીતા ઉદ્યોગપતિઓ, કલાકારો અને રાજકીય ક્ષેત્રની દિગ્ગજ હસ્તીઓએ હાજરી આપી હતી. આ સમયે બધાની નજર અંબાણી પરિવારના સભ્યો પર અટકી હતી. 

Trending news