પ્રિયંકા ચોપડાના ઘરે આવ્યો આ ક્યૂટ મહેમાન, Photo શેર કરી જણાવ્યું નામ

સમગ્ર દુનિયાના પ્રિય સેલિબ્રિટી કપલ પ્રિયંકા ચોપડા (Priyanka chopra) અને નિક જોનાસ (Nick Jonas) હવે પહેલા કરતા વધુ બીઝી રહેવા લાગ્યા છે. કેમ કે, તેમની લાઇફમાં હવે એક નવા મહેમાનની એન્ટ્રી થઇ ગઇ છે. આ નવો મહેમાન બીજુ કોઇ નહીં પરંતુ તેમનો નવો રેસ્ક્યૂ ડોગ પાંડા છે. હા, તેનું નામ પાંડા પણ પ્રિયંકાએ તેની પ્રથમ તસવીર શેર કરવાની સાથે જણાવ્યું.
પ્રિયંકા ચોપડાના ઘરે આવ્યો આ ક્યૂટ મહેમાન, Photo શેર કરી જણાવ્યું નામ

નવી દિલ્હી: સમગ્ર દુનિયાના પ્રિય સેલિબ્રિટી કપલ પ્રિયંકા ચોપડા (Priyanka chopra) અને નિક જોનાસ (Nick Jonas) હવે પહેલા કરતા વધુ બીઝી રહેવા લાગ્યા છે. કેમ કે, તેમની લાઇફમાં હવે એક નવા મહેમાનની એન્ટ્રી થઇ ગઇ છે. આ નવો મહેમાન બીજુ કોઇ નહીં પરંતુ તેમનો નવો રેસ્ક્યૂ ડોગ પાંડા છે. હા, તેનું નામ પાંડા પણ પ્રિયંકાએ તેની પ્રથમ તસવીર શેર કરવાની સાથે જણાવ્યું.

પ્રિયંકા અને નિકે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પાંડાનો ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં પ્રિયંકા અને નિક તેના ડોગ્સની સાથે જોવા મળી રહ્યાં છે. આ સાથે જ કેપ્શનમાં પ્રિયંકાએ તેના નવા મહેમાન વિશે લખ્યું છે. જુઓ આ તસવીર...

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

શેર કરતા પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું છે, અમારી નવી પ્રથમ ફેમિલી ફોટો. પાંડા. અમે આ છુટકૂને થોડા સમય પહેલા દત્તક લીધો હતો. અમને બરાબર ખબર નથી પરંતુ એવું લાગે છે કે તે હસ્કી અને ઓસ્ટ્રેલિયન શેપર્ડનું મિક્સ છે. તેમની નજર જુઓ. અને કાન પણ !!! 

તમને જણાવી દઇએ કે આ પહેલા પ્રિયંકા અને નિકના બે કૂતરા જીનો અને ડાયના હતા. હવે તેઓએ પાંડાને દત્તક લીધો છે. તેથી હવે આ કુટુંબમાં ત્રણ કૂતરાઓ છે. પરંતુ પ્રશંસાની વાત એ છે કે આ વખતે પ્રિયંકાએ હોલીવુડ હસ્કીઝને દત્તક લીધો છે. કારણ કે આ પોસ્ટમાં આ સંસ્થા ટેગ છે. આ સંસ્થા હસ્કી અને મિકસ બ્રીડના હસ્કી ડોગ્સને બચાવવા માટે કામ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news