પ્રિયંકાના લગ્નમાં તેની માતાનો મૂડ સતત રહ્યો હતો બગડેલો ! કારણ કે...

પ્રિયંકા ચોપડા તેની આગામી ફિલ્મના પ્રમોશન માટે The Ellen DeGeneres Showમાં હાજર રહી હતી.

પ્રિયંકાના લગ્નમાં તેની માતાનો મૂડ સતત રહ્યો હતો બગડેલો ! કારણ કે...

મુંબઈ : પ્રિયંકા ચોપડા તેની આગામી ફિલ્મના પ્રમોશન માટે The Ellen DeGeneres Showમાં હાજર રહી હતી. લગ્ન પછી પ્રિયંકાની આ પહેલી રિલીઝ હતી. આ શોમાં પ્રમોશન વખતે પ્રિયંકાએ પોતાના લગ્ન અંગેની મહત્વની વિગતો જણાવી છે. પ્રિયંકાએ તેના લગ્ન વિશેની રસપ્રદ વિગત જણાવવા કહ્યું છે કે લગ્ન પહેલાં, લગ્ન વખતે અને લગ્ન પછી પણ મારા માતા બહુ અપસેટ હતા અને લગ્નમાં પણ તેમનો મૂડ સતત બગડેલો હતો. પ્રિયંકાના દાવા પ્રમાણે તેની માતા ઇચ્છતી હતી કે લગ્નમાં હજારો લોકોને આમંત્રણ આપવામાં આવે પણ અમે માત્ર 200 જેટલા નજીકના લોકોને જ આમંત્રણ આપ્યું હતું અને આ વાત તેને બિલકુલ પસંદ નહોતી પડી. 

પ્રિયંકાએ પોતાની માતાની ઇચ્છા વિશે વાત કરતા કહ્યું છે કે મારી માતા ઇચ્છતી હતી કે હું મારા જ્વેલરને અને હેરડ્રેસર પણ આમંત્રણ આપું અને આ વિશે અમારી વચ્ચે સતત ચર્ચા થતી રહેતી હતી. પ્રિયંકાએ ટોક શોમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે ભારતીય લગ્નમાં હજારો લોકો હાજરી આપતા હોય છે અને મારો તેમજ નિકનો પરિવાર બહુ મોટો હોવા છતાં અમે માત્ર નજીકના 200 લોકોને જ આમંત્રણ આપ્યું હતું. 

લગ્ન પછી પ્રિયંકા બહુ જલ્દી ફેમિલી પ્લાન કરવા માગે છે. હાલમાં પ્રિયંકાના પતિએ પોતાના ફેમિલી પ્લાનિંગની વિગતો દુનિયા સામે જાહેર કરી દીધી હતી. એક ઇન્ટરવ્યૂમાં નિકે જણાવ્યું છે કે ''હું ચોક્કસપણે એક દિવસ પિતા બનવા ઇચ્છું છું. મારું બાળપણ સપના જેવું હતું પણ અમે બહુ જલ્દી મોટા થઈ ગયા. હું બાળપણથી જ મારા જીવનના લક્ષ્ય માટે સ્પષ્ટ હતો. મેં નાની વયે ઘણું જોઈ લીધું છે અને હવે હું આ અનુભવોને બાળકો સાથે વહેંચવા માંગું છું.''

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news