close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

Confirm: દેસી ગર્લ પ્રિયંકાની સાથે બની ગઈ રાજકુમાર રાવની જોડી, પ્રથમવાર સાથે કરશે કામ

પ્રિયંકા ચોપડા અને રાજકુમાર રાવ ફિલ્મ 'ધ વ્હાઇટ ટાઇગર'માં સાથે કામ કરશે જેને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. 

Updated: Sep 4, 2019, 04:12 PM IST
Confirm: દેસી ગર્લ પ્રિયંકાની સાથે બની ગઈ રાજકુમાર રાવની જોડી, પ્રથમવાર સાથે કરશે કામ
(ફોટો સાભારઃ @priyankachopra/@rajkummar_rao)

નવી દિલ્હીઃ બોલીવુડથી હોલીડુવની સફર કરનારી દેસી ગર્લ પ્રિયંકા ચોપડા હવે કોઈ ઓળખાણની જરૂર નથી. બંન્ને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં નામ કમાયા બાદ હવે પ્રિયંકા ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ચમકવા માટે તૈયાર છે. જાણકારી પ્રમાણે પ્રિયંકા ચોપડા અને રાજકુમાર વાર ફિલ્મ 'ધ વ્હાઇટ ટાઇગર'માં સાથે કામ કરશે જેને 'ડિજિટલ પ્લેટફોર્મ' પર રિલીઝ કરવામાં આવશે. મહત્વનું છે કે ફિલ્મ પ્રાઇઝ વિનિંગ નોવેલ પર બની રહી છે જેને અરવિન્દ અડિગે લખી છે. 

અરવિન્દ અડિગે સેમ નામથી લખેલી નોવેલ પર બની રહેલી આ ફિલ્મથી આદર્શ ગૌરવ પણ પર્દાપણ કરી રહ્યો છે. ફિલ્મને રમીન બહરાની ડાયરેક્ટક કરશે જેનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ કરવામાં આવશે. ફિલ્મ વિશે વાત કરતા પ્રિયંકાએ કહ્યું કે, હું ફિલ્મને લઈને ઉત્સાહિત છું કારણ કે પ્રથમવાર અભિનેતા રાજકુમાર રાવ અને રમીન બહરાનીની સાથે કામ કરીશ. 

મહત્વનું છે કે ફિલ્મમાં એક્ટિંગ સિવા પ્રિયંકા એક્ઝિક્યૂટિવ પ્રોડ્યુસર તરીકે પણ જોડાય છે. ફિલ્મમાં એક એવા વ્યક્તિની કહાની છે જે ચાની દુકાનથી કઈ રીતે એક મોટા શહેરનો બિઝનેસ મેન બની જાય છે. ફિલ્મને મુકુલ દેઓરા અને નેટફિલિક્સ મળીને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે અને તેન સ્ક્રીનપ્લે પણ લખી રહ્યાં છે. 

વાંચો બોલીવુડના અન્ય સમાચાર