સલમાન ખાનને કાળિયાર કેસમાં મળી મોટી રાહત, રાજસ્થાન હાઇકોર્ટે સંભળાવ્યો ફેંસલો

રાજસ્થાન હાઇકોર્ટમાંથી બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન માટે રાહતભર્યા સમાચાર છે. હાઇકોર્ટે સલમાન ખાનની તરફથી નાખવામાં આવેલી ટ્રાંસફર પિટીશનને સ્વિકાર કરી લેવામાં આવ્યો છે. ત્યારબાદ હવે તમામ કેસની એકસાથે સુનવણી હાઇકોર્ટમાં થશે. હાઇકોર્ટના આ નિર્ણય બાદ સલમાન ખાનને વારંવાર કોર્ટમાં હાજરી આપવા આવવું નહી પડે. 

સલમાન ખાનને કાળિયાર કેસમાં મળી મોટી રાહત, રાજસ્થાન હાઇકોર્ટે સંભળાવ્યો ફેંસલો

નવી દિલ્હી: રાજસ્થાન હાઇકોર્ટમાંથી બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન માટે રાહતભર્યા સમાચાર છે. હાઇકોર્ટે સલમાન ખાનની તરફથી નાખવામાં આવેલી ટ્રાંસફર પિટીશનને સ્વિકાર કરી લેવામાં આવ્યો છે. ત્યારબાદ હવે તમામ કેસની એકસાથે સુનવણી હાઇકોર્ટમાં થશે. હાઇકોર્ટના આ નિર્ણય બાદ સલમાન ખાનને વારંવાર કોર્ટમાં હાજરી આપવા આવવું નહી પડે. 

સુનવણી દરમિયાન હાજર રહી સલમાનની બહેન અલવીરા
સોમવારે હાઇકોર્ટમાં સલમાન ખાનના વકીલે પોતાનો પક્ષ રજૂ કર્યો. ત્યારબાદ કોર્ટે પોતાનો ચૂકાદો સંભળાવ્યો. આ સુનવણી દરમિયાન સલમાન ખાનની બહેન કોર્ટ રૂમમાં હાજર રહી. જોકે આ મામલો કાળીયારના શિકાર કેસ સાથે જોડાયેલો છે. 

 

— ANI (@ANI) March 21, 2022

જાણો શું છે કાળિયાર હરણ કેસ
સલમાન ખાન સપ્ટેમ્બર 1998માં રાજસ્થાનના જોધપુરમાં ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'નું શૂટિંગ કરી રહ્યો હતો. આ સમય દરમિયાન તે ફિલ્મમાં સહાયક કલાકારો સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ સાથે શિકાર કરવા ગયો હતો. આરોપ છે કે તેણે ત્યાં સંરક્ષિત કાળિયાર હરણનો શિકાર કર્યો હતો. 27, 28 સપ્ટેમ્બર, 01 ઓક્ટોબર અને 02 ઓક્ટોબરે શિકાર થયો હતો. સાથી કલાકારો પર સલમાનને શિકાર માટે ઉશ્કેરવાનો આરોપ હતો. ત્યારબાદ સલમાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં સલમાન ખાન સિવાય અન્ય તમામ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news